________________ 118 >આદર્શ મુનિ, કે આગળની ઘોર ઝાડીમાં કેટલાક મનુષ્ય બંદુકથી સજજ થઈ બેઠા છે. આ સાંભળી શ્રાવકોએ કહ્યું કે વાત સાચી છે. એ ઝાડી એવી છે, કે ધોળે દહાડે લેકને છડેચક લુટવામાં આવે છે. ત્યારે મહાજશ્રીએ કહ્યું કે ભય તમને છે, અને ભય ઉત્પન્ન થાય એવી વસ્તુઓ પણ તમારી પાસે છે. મેં તો જ્યારથી દીક્ષા લીધી ત્યારથી ચોકીદાર (બ્રહ્મચર્ય) મારી સાથે જ છે, આટલું કહ્યા છતાં પણ શ્રાવકે તે ગામમાં ચોકીદાર લેવા ગયા. પરંતુ આ બાજુ મહારાજશ્રી નિડર રીતે તેજ રસ્તેથી માંડલગઢ પહોંચી ગયા. પાછળથી શ્રાવકે પણ આવ્યા, પરંતુ ત્યાં બહુજ શેડો નિવાસ થઈ શકો. છતાં એ અલ્પ સમયમાં પણ ઘણો સારે ધર્મ–પ્રચાર થયુંપછીથી ત્યાંથી વિહાર કરી ફરીથી બેગમ આવ્યા. ત્યાં એવા સમાચાર મળ્યા કે તેમની સાંસારિક સમયની માસી તથા ત્યાગ સમયની સાધ્વી પ્રવતિની રત્નાજીએ સંથારે કર્યો છે. તેથી તેઓ અહીંથી વિહાર કરી શીઘ્રગતિથી સરવાણિયા, નીમચ, મલ્હારગઢ તથા મન્દસાર થઈ જાવરા પધાર્યા. ત્યાં તેમનાં માસી આચ્યજી દેવલેક પામ્યાના સમાચાર મળ્યા તેથી તેઓ રતલામ ન જતાં મન્દસર થઈ મલ્હારગઢ પધાર્યા. ત્યાં સાધુએ થોડા વખતજ રેકાતા તેથી ત્યાંની જનતાએ તેઓશ્રીને ત્યાં વધુ શેકાવાને ખાસ આગ્રહ કર્યો. તેથી મહારાજશ્રી ત્યાં કેટલાક દિવસ રોકાયા અને ઉપદેશ કર્યો. ત્યારબાદ નારાયણગઢ પધાર્યા, અને ત્યાંના બજારમાં કેટલાંક વ્યાખ્યાન કર્યા. એ દિવસે માં ત્યાં મંદિરમાર્ગી વેતામ્બર સંપ્રદાયના અમીવિજયજી સાધુ હતાં તેમની સાથે વાર્તાલાપ થયો ત્યાંથી મહારાજશ્રી જાવદ પધાર્યા કે જ્યાં પૂજ્ય શ્રી લાલજી મહારાજ વિરાજતા હતા, અને સાથે મુનિવર હતા. ત્યાં તેમને સમાચાર