________________ 107 ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ આદર્શ મુનિ શ્રીસંઘને ભારે આશ્ચર્ય થયું, તથા રતલામ નિવાસી તત્વજ્ઞ શ્રીમાન શેઠ અમરચંદજી પીતલિયાએ પૂછયું કે મહારાજશ્રી શું નાથદ્વારામાં પણ જૈનેના ઘરો છે? આના પ્રત્યુત્તરમાં નાથદ્વારાના સંઘે જણાવ્યું કે હાજી, છે તો ખરાં પણ થોડાં. મહારાજ ચેમિલજીને માટે તે અમે આગ્રહ કરીએ છીએ, તેનું કારણ એ છે કે ત્યાંના જૈન, અજૈન, હિંદુ, મુસલમાન સઘળા મહારાજશ્રીના પધારવાની ઉત્સુક નયને વાટ જોઈ રહ્યા છે, તે એટલે સુધી કે શ્રીનાથજીના ભક્તજને પણ મહારાજશ્રીને અંતઃકરણ પૂર્વક ચાહે છે. આ સાંભળી અમરચંદજીએ કહ્યું કે “જો આમજ હોય તો મહારાજશ્રીના ચાતુર્માસ જરૂર ત્યાંજ થવા જોઈએ.” આથી તેમણે નાથદ્વારા શ્રીસંઘના આમંત્રણને સ્વીકાર કર્યો, અને ત્યાંથી સાધુઓ સહિત વિહાર કરી રતલામ ગયા. તે વખતે ત્યાં કેટલાક સાંપ્રદાયિક મુનિઓ વિરાજમાન હતા. તેઓએ તેમને વ્યાખ્યાન કરવા જણાવ્યું, તેથી તેમણે વ્યાખ્યાન કર્યું. એક કલાક શારે પણ વાંચ્યાં. ત્યાર પછી અમરચંદજી શ્રાવકે વિનંતિ કરી કે, “મહારાજશ્રી, હવે કંઈ ઉપદેશાત્મક મઝા કરાવે, કે જેથી મનોરંજન થાય.” આ ઉપરથી તેમણે તદન સામાન્ય મનુષ્ય પણ સમજી શકે એવો રોચક ઉપદેશ આપે. પછી ત્યાંથી વિહાર કરી જાવરા ગયા. ત્યાંથી સંવત ૧૯૫૯ના ચાતુર્માસ નાથદ્વારામાં કરવા માટે ત્રણ સાધુઓ સહિત વિહાર કરી ગયા. માર્ગમાં નાના પ્રકારના ઉપકાર કરતા યંગ્ય સમયે નાથદ્વારા પહોંચ્યા. સેંકડે સ્ત્રી પુરૂષે નગર બહાર તેમનું સ્વાગત કરવાને આવી પહોંચ્યાં. અને તેમના શુભાગમનના સમચાર જાણી