________________ 106 > આદર્શ મુનિ. રાજનું વ્યાખ્યાન સમાપ્ત થતાં અજૈનેએ કેટલાક પ્રશ્નો પૂછયા તો તેના મહારાજશ્રીએ જવાબ આપ્યા તથા શ્રીગીતા તથા શ્રીમદ્ભાગવતમાંનાં પ્રમાણે સાથે તેમની શંકાનું સમાધાન કર્યું. હાજર રહેલા સઘળાઓને એમ ખાત્રી થઈ કે આ સાધુ ભારે ચમત્કારી છે. તેથી જે તેમનું વ્યાખ્યાન હોય તે બહુ સારું. આમ વિચારી સઘળાએ એકત્ર થઈ તેઓશ્રીને વિનંતિ કરી, અને તેને તેમણે સહર્ષ સ્વીકાર કર્યો. વ્યાખ્યાને ચાલુ થયાં. દિવસે દિવસે શ્રેતાઓની સંખ્યા વધવા લાગી, રાત્રે પણ વ્યાખ્યાન આપવાનું ચાલુ કર્યું. શ્રેતાઓથી આખું બજાર ચિકાર ભરાઈ જતું, અને શ્રોતાઓ ખૂબ ધ્યાનપૂર્વક તેમના ઉપદેશામૃતનું પાન કરતા હતા. તેજ રસ્તેથી ઠાકોરજીને રથ જતો હતો. એક દિવસ જ્યારે રથ આવ્યા, ત્યારે શ્રેતાઓની ભીડને લીધે રથ નીકળી જાય એટલી પણ જગ્યા નહતી. આખો રસ્તા રોકાઈ ગયા હતા. તેથી લોકો રથ બીજે રસ્તે ફેરવીને લઈ ગયા. ધાર્મિક ઐક્યતા તથા મળતાપણાનું આ પણ એક પ્રમાણ છે, અને તેને ધન્યવાદ આપણું ચરિત્રનાયકને ઘટે છે. ત્યારબાદ મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી ચિડ થઈ સંજીત (જાવરા) પધાર્યા, અને ત્યાં ગુરૂશ્રી હીરાલાલજી મહારાજના દર્શનને લાભ મેળવ્યું. ત્યાં તપસ્વી હજારીમલજી મહારાજ છાશ ઉપર રહી ગુરૂદેવની સેવા તથા તપશ્ચર્યા કરી રહ્યા હતા. તેમનું પારણું પણ ત્યાં થયું અને ગુરૂશ્રીએ સંવત ૧૫ત્ના વૈશાખ સુદ 8 ને શુભ દિને કસ્તુરબાઈને દીક્ષા આપી. ત્યારબાદ ચૈથમલજી મહારાજ ત્યાંથી ગુરૂદેવની સાથે વિહાર કરી જાવરા પધાર્યા. ત્યાં નાથદ્વારાને શ્રીસંઘ મહારાજશ્રીના ચાતુર્માસ માટે ફરીથી અરજ લઈ આવ્યું. આ જોઈ જાવરાના