________________ આદર્શ મુનિ. ૧૦પ રજુ કરી પુરવાર કર્યું કે, “દયા કરવી એ મનુષ્યમાત્રને પરમ ધર્મ છે.” વાયુવેગે આ વાત ચારે દિશાએ ફેલાઈ ગઈ. રાજ્યકાર્યભારીઓ કહેવા લાગ્યા કે પેલી વ્યક્તિએ આત્મા માર્યો મરતો નથી એમ કહ્યું, તેના ઉત્તર તો સાધારણ છે. તેને બે ચાર કેસા લગાવવામાં આવે, એટલે તેની પરીક્ષા હમણાંજ થઈ જશે કે આત્મા હણવાથી હણાય છે. વળી સાથે સાથે તેને કષ્ટ પડે છે કે નહી તે પણ જણાઈ જશે. અહીં વ્યાખ્યાનોને લીધે સારા શહેરમાં મહારાજની ભારે પ્રસંશા થવા લાગી તથા જય પિકારાવા લાગી. આ બન્યા પછી થોડા દિવસ ત્યાં રોકાઈને બીજી વ્યાખ્યાન આપ્યા પછી, જ્યારે તેઓએ વિહાર કર્યો ત્યારે સારાયે નગરના જૈન અજેન, તથા હિન્દુ-મુસલમાન વિગેરે તેમને વિદાય આપવા આવ્યા, અને તે વખતે ચાતુર્માસ કરવાનું નિમંત્રણ પણ ખૂબ પ્રેમ અને આગ્રહપૂર્વક શ્રીચરણોમાં રજુ કર્યું. ત્યાંથી વિહાર કરી કોઠારિયે ગયા, અને ત્યાંની જનતા ઉપર મેટો ઉપકાર કર્યો. ગંગાપુર શ્રીસંઘનો સંદેશ આવ્યો કે ત્યાં બે પ્રતિસ્પધી પૂજ્ય પધાર્યા છે, તેથી મહારાજશ્રીની પધરામણીની અત્યન્ત આવશ્યકતા છે. વળી ત્યાંની અજૈન પ્રજા પણ એમ ઈચ્છતી હતી કે નાથદ્વારાવાળા મહારાજની અહીં પધરામણી થાય તો અમને ઘણે આનંદ તથા લાભ થશે. આ કારણને લીધે તેઓ ત્યાંથી વિહાર કરી ગંગાપુર પધાર્યા કે જ્યાં કર્મચંદજી મહારાજ આદિ વિરાજતા હતા. તેમની પાસે જ મહારાજશ્રીએ પણ ત્રણ સાધુઓ સાથે પડાવ નાખ્યો. તેમનું આગમન થતાં તજ ગામમાં વિજળી વેગે વાત ફેલાઈ ગઈ કે નાથદ્વારાવાળા ચામલજી મહારાજ અહીં પધાર્યા છે. તે દિવસે કર્મચંદજી મહા