________________ >આદર્શ મુનિ. સાથે રહી સંવત ૧લ્પને ચાતુર્માસ રામપુરમાં કર્યો. આ પ્રસંગે જ્ઞાન-ધ્યાનમાં પણ અજબ વૃદ્ધિ થઈ. કેટલાંક બાલકને તત્વજ્ઞાન શીખવી હોશિયાર બનાવી દીધાં, અને પ્રસંગે પાત વ્યાખ્યાને પણ આપતા. રામપુરના ચાતુર્માસ પૂર્ણ થતાં, ત્યાંથી વિહાર કરી આપણું ચરિત્રનાયક મન્દર પધાર્યા. માગમાં વ્યાખ્યાન મારફતે અનેક લોકોએ ત્યાગ કર્યા તથા પચખાણ લીધાં. સંવત ૧૫૭ના તેમનો ચાતુર્માસ સ્વતંત્ર રીતે મન્દસેરમાં થયો, તથા ગુરૂ જવાહરલાલજી મહારાજ તથા હીરાલાલજીનો ઝનકુપુરીમન્દસૈરમાં થયો. ચૈથમલજી મહારાજનાં વ્યાખ્યાન ચાર માસ સુધી પુરજોશમાં શહેરમાં થતાં હતાં. જનતા પણ સાંભળીને આશ્ચર્ય ગરક થતી. અને કહેતી કે જુઓ. પૂર્વ જન્મના પુણ્ય પ્રભાવથી વ્યાખ્યાન કરવાની કેવી અનુપમ શકિત આવી છે !