________________ આદશ મુનિ. સાથે ધાર્મિક ચર્ચામાં ઉતર્યા. આ ચર્ચા પ્રગટ થઈ ગઈ છે. આ મુનિશ્રી વ્યાખ્યાન કરતા તથા પર્યુષણમાં રથમલજી મહારાજ પહેલા અનગઢ સુત્રનો ભાવાર્થ સમજાવતા અને પાછળથી નંદલાલજી મહારાજ પ્રવચન કરતા. આ પ્રમાણે જવાહરલાલજી મહારાજ પાસેથી ચાથમલજી મહારાજે તત્ત્વશિક્ષણ મેળવ્યું. જાવરાના ચાતુર્માસ પુરા થતાં ચૈથમલજી મહારાજ ત્યાંથી વિહાર કરીને નિમ્બાહેડા પધાર્યા, કેમ કે ત્યાં તેમનાં માસી રત્નાજી આર્યાજીની નાદુરસ્ત તબીઅત હતી અને તે તેમને મળવાને અતિશય આતુર હતાં. ત્યાં કેટલાક દિવરા રહી વિહાર કરતા તેઓ કુકડેશ્વર (હોલકર સ્ટેટ) પધાર્યા, બીજી બાજુ ગુરૂદેવ હીરાલાલજી મહારાજ પણ અત્રે આવી પહોંચ્યા હતા, ત્યાં જડાવચંદજી છગનલાલજીની પાસે પૃથ્વીરાજ નામનો એક આઠ વર્ષનો બાળક હતો. જડાવચંદજી તથા અન્ય શ્રાવકે એ આ બાળકની બાબતમાં હીરાલાલજી મહારાજને વિજ્ઞતિ કરી કે તેને દીક્ષા આપવાની કૃપા કરે. આ ઉપરથી સઘળા તેની સમક્ષ હીરાલાલજી મહારાજે કહ્યું કે દીક્ષા તે હમણાં આપીએ. પણ તે હજુ બાળક છે, તેથી તેની સારવાર કોણ કરશે? આ સાંભળતાં મલજી મહારાજ બોલી ઉડયા કે સાર સંભાળ તો હું રાખીશ જે આપની તેને શિષ્ય બનાવવાની ઈચ્છા હોય તો આપ નિઃસંકેચ બનાવો. પછી પૃથ્વીરાજને પૂછ્યું કે “દીક્ષા લેશે કે ?" તો તેણે જવાબ આપે . “હા, હા.” આ ઉપરથી શુભ મુહર્ત જોઈ પૃથ્વીરાજને દીક્ષા આપવામાં આવી અને તેને ગુરૂદેવે ચોથમલજી મહારાજનોજ શિષ્ય બનાવ્યું. આ બધું પતી ગયા પછી ત્યાંથી વિહાર કરી રામપુર ગયા. ગુરૂવરની