________________ vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv > આદર્શ મુનિ. તેમને શુભ જન્મ થતાં કુટુંબીજનેને અત્યન્ત આનંદ થયે. તથા સમસ્ત કુટુંબીજનોએ મહાન ઉત્સવ ઉજવ્યું, અને શ્રદ્ધા તથા પ્રેમથી ગરીબગરબાને અનેક પ્રકારનાં દાન કર્યા, તેમના પિતાના સઘળા મિત્રમંડળ તથા સ્નેહીઓએ પણ આ આનંદમાં ભાગ લીધે. સઘળાઓએ આશિષ આપ્યા કે પરમ કૃપાળુની કૃપાથી બાળક દીર્ધાયુષી બની ભવિષ્યમાં ખૂબ યશ તથા માન પ્રાપ્ત કરે. જો કે આ આશીર્વાદ પ્રચલિત રૂઢી મુજબ વર્તમાન સમયના વિચારને વશવર્તી ઉચ્ચારવામાં આવ્યા હતા, છતાં સમય જતાં તે ફળીભૂત થયા. પહેલે દિવસે “જાત-કર્મ” કરવામાં આવ્યું, બીજે દિવસે જાગ્રણ કરવામાં આવ્યું. ત્રીજે દિવસે બાળકને ચન્દ્ર સૂર્યનાં દર્શન કરાવવામાં આવ્યા. આ પ્રમાણે એક પછી એક ક્રિયાઓ કરતાં કરતાં દશ દિવસ પુરા થયા. અગીઆરમા દિવસે સૂતક કાઢી શુદ્ધિ ક્રિયા કરવામાં આવી અને બારમે દિવસે સંબંધીઓને તથા બ્રાહ્મણોને યથાશકિત જમાડવામાં આવ્યા. તેજ દિવસે તેમના પિતાશ્રીએ વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રી તેમની પૂજા-અર્ચના કરી અને તેમની પાસે નામ પાડવાની વિધિ કરાવી. તે મુજબ બાળકનાં શારીરિક લક્ષણે અને અન્ય ચિહુને તપાસી તેનું નામ “ચતુર્થમલ પાડયું. અહા, જતિષ પણ કેવી ગહન વિદ્યા છે કે જેનું જ્ઞાન મળ્યા પછી, ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળાને તિવિદ પિતાની ગેદમાં ગેલ કરાવે છે! બસ, જોતિષવેત્તાઓએ પણ આપણું ચરિત્રનાયકનું જ્યોતિષને અનુરૂપ એજ નામ રાખ્યું કે જેથી ભવિષ્યમાં બાળકમાં એ સઘળા ગુણો ઉતરી આવે અને “નામ તથા ગુજ: વાળું વચન સંપૂર્ણપણે સાચું ઠરે. આ પ્રમાણે અવતરેલ બાળક દિનપ્રતિદિન ચન્દ્રની કળાની