________________ આદર્શ મુનિ. માફક વધતે ચાલે, અને પાડોશીઓને આનંદનું ધામ થઈ પડે. જોધપુરના પંડિત શીઘ્રકવિ શ્રી નિત્યાનંદજીએ તેમની બાબતમાં કહ્યું છે કે - युगत्रये पूर्वमतीतपूर्वे जातास्तु जाता खलु धर्ममल्लाः / अयं चतुर्थो भवताश्चतुर्थे धाताति सृष्टोऽस्ति चतुर्थमल्लः॥ અર્થાત પહેલાંના ત્રણે યુગમાં ધર્મોપદેશક તથા ધર્મ પ્રવર્તક થઈ ગયા છે, પરંતુ ચોથા યુગમાં પણ કઈ એવી પ્રભાવશાળી વ્યક્તિ જોઈએ. તેથી વિધાતાએ ચતુર્થમલ્લને ઘડી કાઢયા.