________________ > આદર્શ મુનિ. અર્થાત ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, “હે ભારત! (1) અભય (2) અંતઃકરણની શુદ્ધિ (3) જ્ઞાન અને યોગને વિષે નિષ્ઠા, (4) દાન (5) ઇંદ્રિય નિગ્રડ (6) યજ્ઞ 7) સ્વાધ્યાય (8) તપ (9) સરળતા, (10) અહિંસા (11) સત્ય, (12) અકેલ (13) ત્યાગ, (14) શાન્તિ, (15) કોઈની ચાડી ન ખાવી (અપશુન) (16) પ્રાણી માત્ર પ્રત્યે દયા 17) અલોલપતા–(લાલસી ન થવું) (18) નમ્રતા (19) લજ્જા (20) સ્થિરતા (ર૧) તેજસ્વીપણું (22) ક્ષમા (23) ધૈર્ય (ર૪) પવિત્રતા (રપ) અઢ઼હ (કોઈનું બુરું ન ઈચ્છવું અથવા કરવું) અને (26) નિરભિમાન આટલા ગુણે જે દૈવી સંપત લઈને જ હોય છે, તેનામાં હોય છે. નીમચ નગર લગભગ 25deg ઉત્તર અક્ષાંસ તથા હર્ષ પૂર્વ રેખાંશ ઉપર, મહારાજા સિંધિયાના રાજ્યમાં રાજપુતાના-માળવા રેલ્વે સડકની નજીક આવેલું છે. અહીં વેતાંબર સ્થાનકવાસી સમાજના વીતરાગ મુનિઓના ચાલુ વસવાટને લીધે તેમના સત્સંગને લાભ મળે છે. એનું મુખ્ય કારણ એ છે કે અહીંની વસ્તીને માટે ભાગ સ્થાનકવાસી જૈન ભાઈઓને છે. આ સિવાય અહીં રેલ્વે સ્ટેશન તથા આજુબાજુના ગામનું વ્યાપારી બજાર હોવાને લીધે, કેટલાક સાધુ-સન્ત, વિહાર કરતા કરતા અહીં આવી ચઢે છે. અને પિતાનાં પુનિત પગલાંથી તથા અમૃતમયી વાણીથી અહીંની ભૂમિ તથા નાગરિકેના હૃદય પાવન કરે છે. સમય જતાં આપણા ચરિત્રનાયક ઉપર આ સ્થાનમાં વખતોવખત પધારતા સાધુ પુરૂષોને પ્રભાવ પડવા લાગે. પ્રભાવ પડે એમ નહિ પરંતુ તેમના હંમેશના સત્સંગ તથા વાણના પ્રભાવથી તેમનું સંસારી જીવન એકદમ