________________ -novo x > આદર્શ મુનિ. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~Annnnnnnnnnnnnnnna અકથ્ય તથા આદર્શ પ્રભાવ પાડયે, અને તેની મારફતે મધ્ય ભારતવર્ષના વર્તમાન જૈન શ્વેતામ્બરમાં. વેતામ્બર સમાજમાં તથા અન્ય નિરીક્ષકોમાં જાગૃતિની કેવી પ્રબળ વિદ્યુત જોત પ્રગટી આ વાત વાંચકને પ્રત્યક્ષ તથા સારી રીતે વિદિત છે, અને આ પુસ્તકમાં પણ વ્યસ્થાને અને પ્રસંગે તેનું વિવેચન કરવામાં આવશે. આ પ્રમાણે માતુશ્રી કેસરબાઈએ આનંદમગ્ન બની ગર્ભસ્થ બાળકનું યોગ્ય પાલન કરી બે માસ, ત્રણ માસ અને પાંચ માસ વીતાવ્યા. પાછળથી ઉમદા ભાવના એટલે દિવ્ય ઈચ્છાઓ થવા લાગી તે મુજબ પતિદેવે પોતાની શકિત અનુસાર તથા ધર્મપત્નિની અભિરૂચી અનુસાર તે પાર પાડી. એમ કરતાં કરતાં અવધ પુરી થઈ અને આપણું ચરિત્રનાયકે આ જગતમાં પહેલો શ્વાસ લીધે. સમય જતાં તેમનામાં પણ તેજ સગુણે અને શ્રેષ્ઠ ભાવનાઓ પ્રત્યક્ષ રીતે સારા પ્રમાણમાં પ્રગટી નીકળી, કે જે સદ્ભાવનાઓ તથા સ્વર્ગીય ગુણોને પ્રભાવ, માતાએ ગર્ભાધાનના સમયથી પ્રસવકાળ સુધી પિતાનાં સત્કર્મોથી તેમના ઉપર પાડયો હતો.