________________ >આદર્શ મુનિ ધર્મનિષ્ઠ, સત્યવ્રત તથા જિજ્ઞાસુ થવાનું હોય છે, તે શુભ સ્વપ્ન દર્શન થાય છે. અને તેથી ઉલટું ગર્ભસ્થિત બાળક જે अत्यन्त कोपा च कुटिला च वाणी दरिद्रता बन्धुजनश्च वैरम् / नीचः प्रसंग परदारसेवा नरकस्य चिन्हम् वसन्ति देहे // (વાસ્થતિ.) આ ઉક્તિને અનુરૂપ થવાનું હોય તે અવશ્ય અશુભસ્વપ્ન દર્શન થાય છે. આવા પ્રસંગે જ્યારે શુભ સ્વપ્નનું દર્શન થાય ત્યારે પ્રત્યેક માતાએ યાદ રાખવું જોઈએ કે શુભ સ્વપ્નના દર્શન પછી રાત્રિને બાકીને ભાગ ઉંઘવામાં ન ગાળે, કેમ કે તેમ નહિ કરવાથી શુભ સ્વપ્નનું ફળ નષ્ટ થાય છે. સ્વપ્નનાં શુભાશુભ ફળે જાણનારા વિદ્વાનેનું એવું માનવું છે કે અશુભ સ્વપ્નદર્શન પછી નિદ્રા લેવાથી તેનું અશુભ ફળ કંઈક ઓછું થાય છે. આપણું ચરિત્ર નાયકજીની માતાને આમ્રવૃક્ષનું સ્વપ્નદર્શન થયું હતું. આ વાતને તેમણે સ્વમુખે સ્વીકાર કરતાં કહ્યું હતું કે, “જે દિવસે ચાથમલ મારા ગર્ભમાં આવ્યા તે દિવસે બ્રાહ્મમુહૂર્તમાં મને આમ્રનું સ્વપ્નદર્શન થયું હતું” અસ્તુ. અમે ઉપર જણાવી ગયા છીએ કે આમ્રનું સ્વપ્નદર્શન થતાંજ માતા કેસરબાઈ જાગી ઉઠીને પરમાત્માનું ચિંતવન કરવા લાગી. ત્યારપછી શાચસ્નાનાદિ નિત્ય કર્મોથી પરવારી ઘર કામમાં લાગી, આ પ્રમાણે કેટલાક દિવસે વહી ગયા. પછી માસ પુરે થતાં રજોદર્શન ન થયું. ત્યારે પોતે ગર્ભવતી છે, એમ ચેસ માલમ પડ્યું. તે દિવસથી પ્રત્યેક સ્ત્રીએ જે જાણવું જોઈએ અને જેનું પાલન કરવું જોઈએ, તેવી વાત તરફ ખાસ લક્ષ આપવાને પોતાનું ધ્યેય માનવા લાગી.