________________ આદર્શ મુનિ. 59 માતાનું ગર્ભાશય પ્રકૃતિ દેવીની એક અદ્ભુત અને અલકિક પ્રયોગશાળા છે. આ પ્રયોગશાળામાં માતાપિતાના જે પ્રકારના આચાર, રહેણીકરણ આહાર વિહાર, ચિત્ત તથા ચરિત્ર, સિજન્યતા અથવા દુષ્ટતા, વિદ્યા તથા બુદ્ધિ, વીરતા અથવા કાયરતા, દાનશીલતા અથવા કંજુસાઈ, પરેપકાર તત્પરતા અથવા સ્વાર્થપરાયણતા વિગેરેનો રસાયનિક પ્રગથાય છે. બસ આનેજ અનુરૂપ સંતાનરૂપી રસાયણ ઉત્પન્ન થાય છે. અથવા એમ કહો કે જે પ્રમાણે રસાયણશાળામાં ભિન્ન ભિન્ન પ્રકારના રસના મિશ્રણ તથા પ્રગથી ભિન્ન ભિન્ન રસાયણે ઉત્પન્ન થાય છે, તેજ પ્રમાણે માતાના ગર્ભાશયરૂપી આ પ્રયોગશાળામાં અમૂલ્ય તથા મેંઘા મૂલ્યનાં સસ્તાં તથા નકામાં હરેક પ્રકારનાં મનુષ્યરત્ન ઠીક ઠીક પ્રમાણમાં પેદા થાય છે. જે પ્રમાણે રસાયણશાળામાં વિજ્ઞાનશાસ્ત્રીની બુદ્ધિ, યંત્રની ઉત્તમતા, અને વસ્તુઓના યેગ્ય પ્રમાણમાં મિશ્રણ ઉપર ઔષધિની વધુ એછી ઉપગિતા અવલંબેલી છે, જેવી રીતે કાચના કારખાનામાં કાચના માવાની જાત પ્રમાણે એાછીવત્તી ઉજજવળ, ચકખી તથા પારદર્શક કાચની વસ્તુઓ બને છે, જેવી રીતે કારીગરની આવડત તથા યંત્રની સુઘડતા પ્રમાણે સુંદર અને ટકાઉ અથવા કામચલાઉ અને કમજોર કપડાં તૈયાર થાય છે. જેવી રીતે કુંભકાર માટીને ઉપગ કરતા પિંડાને ચાક ઉપર ચઢાવી જે પ્રકારના આકાર બનાવે છે, તથા જે સાવધાની તથા ચતુરાઈથી તેને પકવે છે તે મુજબ ઉત્તમ અથવા નકામાં વાસણ બને છે, અને ભઠ્ઠીમાંથી કાઢી લીધા બાદ મરજી મુજબને રંગ લગાડી, ચાહે એટલી ઝમક આપવામાં આવે, ગમે એટલી ચિત્રકળા તથા કેતરણ કરવામાં આવે, છતાં એટલું અવશ્ય યાદ રાખવું