________________ અગ્નિશમને ત્રણ ત્રણ માસખમણનું પારણું ગુણસેન રાજાની ગફલતના કારણે બગડ્યું, એ અગ્નિશર્માના કર્મની પરતંત્રતાના કારણે; પરંતુ અગ્નિશર્માએ રાજા પર ગુસ્સો, ને રાજાને જનમજનમ મારવાનું નિયાણું કરવાની વિચારણા કરી, એવી માનસિક સૃષ્ટિ ઘડી, એ તો પોતાની સ્વતંત્રતાથી. જો અધમ-ઉત્તમ વિચારોની માનસિક સૃષ્ટિ આત્માને આધીન યાને આત્માના પુરુષાર્થને આધીન ન હોત, તો અગ્નિશમને બે પારણા ચૂકાયા તે વખતે એણે જે ઉત્તમ ક્ષમાસમતાના વિચાર રાખેલા તે વિચાર શી રીતે કરી શકત ? છેલ્લા પારણા વખતે પોતે જ પોતાની માનસિક સૃષ્ટિ અધમ ખડી કરી. એના ગુરુ કુલપતિએ એને ઘણું સમજાવ્યો કે “આપણે તાપસ વ્રતવાળા છીએ, આપણાથી રાજા ઉપર ગુસ્સો ન કરાય, છતાં એ પોતાની માનસિક અધમ સૃષ્ટિને ઉત્તમમાં ફેરવવા તૈયાર ન થયો. ધારત તો છેવટ ગુરુના વચનનો માથે ભાર રાખીને ફેરવી શકતે. ફરીથી યાદ રાખો, બાહ્ય સંયોગો-નિમિત્તો અર્થાતુ બાહ્ય સૃષ્ટિ આપણા કર્મોને આધીન છે, આપણી આંતરિક માનસિક વિચારોની સૃષ્ટિ આપણા પુરુષાર્થને આધીન છે, આપણે રચવી હોય તેવી રચાય. એજ અગ્નિશર્માએ દેવ થઈને પારણું ચૂકાવનાર રાજા ગુણસેન ઉપર અગ્નિમય રેતીનો વરસાદ કર્યો, રાજાને ભારે દાહ-શેકામણની પીડા ઊભી થઈ, એ રાજાના અશુભ કર્મને આધીન હતી, પરંતુ રાજાએ ક્ષમા-સમતાના વિચાર કર્યા એ ઉત્તમ માનસિક સૃષ્ટિ રાજાના પોતાના પુરુષાર્થને આધીન હતી. આપણે ધારીએ તેવી ઉત્તમ કે અધમ માનસિક સૃષ્ટિ ઊભી કરવામાં આપણે સ્વતંત્ર છીએ. આપણને આ સ્વાતંત્ર્યની જો કિંમત હોય તો શું કામ અધમ વિચારોની માનસિક સૃષ્ટિને મચક આપીએ ? દુન્યવી વિષયોના ગમે તેવા સારા નરસા સંયોગ ઊભા થાય, પરંતુ એ વખતે ઉત્તમ વિચારોની માનસિક સૃષ્ટિ આપણે ચલાવી શકીએ છીએ. એટલે જ જુઓ તરંગવતીએ પૂર્વજન્મના પ્રિયના વિયોગના દુ:ખમાં કેવી ઉત્તમ માનસિક સૃષ્ટિ ખડી કરી,'अण्णहा जिणसत्थवाहपणयं मुक्खपहं अंगीकरिस्सामि, तहा काहं जहा संसारवाससुलहं पियवियओग-दुक्खं पुणो न पावेमि... समणत्तणं जम्मणमरणाइसव्वदुक्खविरेयणं / ' અન્યથા અર્થાત્ સાત વરસમાં પ્રિયનો સમાગમ જો નહિ મળે, તો કર્મ ! તારી ગતિ ન્યારી