________________ પછી શા સારુ જિનંવચનાનુસારી વિચારો ન રાખું ? શા સારુ પવિત્ર વિચારો ન રાખું ?' કેવા કેવા વિચારોથી વિષયરંગથી બચાય ? : (1) માનવકાળ વાસનાઓને વિસારે પાડવા માટે છે. ઉત્તમ માનવજન્મનું આ ઉત્તમ કામ મનગમતા વિષયોના આનંદ સાથે સંપર્ક કરવાથી ગુમાવવાનું થાય છે; ક્યારે આ મેવા મીઠાઈના રસની ગોઝારી લપ છૂટે !" આવો વિચાર કરીએ તો વિષયરોગના સંસ્કારોને કાંઈક ઘા પડે. (2) અથવા જુદા જુદા મંદિરો અને તીર્થોના ભગવાનના ક્રમસર સ્મરણ કરીએ, માનસિક દર્શન કરતા ચાલીએ, તો મનને મીઠા વિષયોમાં મહાલતું બચાવી શકીએ; અથવા (3) સકલાઉત્ સ્તોત્રની ગાથાઓથી અરિહંત-વિશેષણો ક્રમસર કડીબદ્ધ વિચારતા રહીએ; દા.ત. | (i) સકલ અરિહંતમાં વ્યાપેલું અરિહંતપણે મોક્ષ-લક્ષ્મીનું સ્થાન છે; અને એ અરિહંતપણું ત્રિભુવનના ભક્ત જીવો અને સુખ પર વર્ચસ્વ ધરાવે છે. (i) એવા ઋષભદેવ પ્રમુખ અરિહંતો નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવથી જગતને પવિત્ર કરે છે. (ii) એમાં ઋષભદેવપ્રભુ રાજાઓ મુનિઓ તથા તીર્થકરોની પરંપરામાં સૌથી મથાળે એટલે કે પહેલા છે. (iv) એ પ્રભુ તીર્થકર શી રીતે કહેવાયા ? તો કે વિશ્વના ભવ્ય જીવોરૂપ કમળોને વિકસ્તર કરનાર સૂર્યસમા પ્રગટ થવાથી, એ પણ શી રીતે વિકસ્તર કરે છે ? તો કે એમણે જગત જેમાં પ્રતિબિંબિત થયું છે એવું અરિસા જેવું કેવળજ્ઞાન ધરવાથી. (O) એ કેવળજ્ઞાન તો ભગવાનની પોતાની પાસે રહ્યું, એથી ભવી જીવો કેમ બૂઝે ? કેમ વિકસ્વર થાય ? તો કે એ કેવળજ્ઞાનમાં જે તત્ત્વ-પદાર્થ અને મોક્ષમાર્ગ ભાસે છે, એની વાણી રેલાવે છે. આ વાણી જાણે ભવીજીવારૂપી છોડવાના બગીચાની નીક છે, ને એમાંથી વાણીરૂપી પાણી વહેતું બની એ ભવી જીવોરૂપી છોડવાઓને સિંચે છે... આમ “સકલાર્વત” સ્તોત્રની ચોવીસ ભગવાનની સ્તુતિઓમાંનાં વિશેષણની કડી જોડીને વિચારાય, તો એ વિચારમાં વિષયોના વિચારો ભૂલી જવાય. ધ્યાન રાખો, બાહ્ય વિષયોની સૃષ્ટિ કર્મોને આધીન છે, પણ અધમ કે ઉત્તમ વિચારોની માનસિક સૃષ્ટિ આપણને આધીન છે. - તરંગવતી