________________ ત્યાગ અને હિતનો આદર કરવાનું રાખ્યું, એટલે ઇંદ્રિયોના વિષયોને ઇષ્ટ અનિષ્ટ કરવાનું છૂટી ગયું; પછી એના અંગે રાગદ્વેષ કરવાના રહે જ શાના? સીધું મોક્ષ તરફ પ્રયાણ ચાલુ રહે, જેથી અંતે મોક્ષ આવીને ઊભો રહે.” સારસિકાને કહે- “આ મારી અંતિમ ભાવના છે, પરંતુ અત્યારે પૂર્વના પ્રિયના પ્રેમ અને સંગ યાદ આવી આવી મારા દિલને ભારે વ્યથિત કરી રહ્યો છે...' એમ કહેતાં કહેતાં તરંગવતીની આંખમાં આંસુ આવી જાય છે. એની સખી પણ આ જોઈ રડી પડે છે. સખી કહે છે, સખીનો વિવેકી ઉત્તર : “બેન ! આજે તમને પ્રિયનો વિયોગ થવાથી દુઃખ થાય છે, પરંતુ હવે તમે જાણો છો કે કર્મના વિપાક અકાટ્ય હોય છે. જીવને એ અવશ્ય ભોગવી લેવાના હોય છે. આ વિયોગનું દુઃખ પણ કર્યજનિત જ છે તેથી અંતે બાંધેલા કર્મ અવશ્ય ભોગવવા પડે છે. ત્યાં જીવનું કશું ઉપજતું નથી, કર્મ કરે તે થાય, પછી શા માટે દુઃખી થવું ? કર્મના ઉદય આવ્યા તે સમભાવે વેઠી લેવાના. ડાહ્યા માણસનું આ કામ છે. માટે બેન ! ધીરજ ધર. વળી તારે શુભકર્મનો ઉદય થશે, તો તારા પ્રિયનો સંપર્ક પણ બની આવશે...' સખીએ તરંગવતીને આશ્વાસન આપ્યું, એના આંસુ પાલવથી લૂક્યાં. તરંગવતી કહે છે “સખી ! તારી વાત સાચી છે, પણ હવે આ મારા પૂર્વ પ્રિયની વાત કોઈને કહીશ નહિ. તને સોગન છે. ચાલ હવે માતા પાસે જઈએ. બંને ઊઠીને ત્યાંથી માતા પાસે ગયા. અહીં તરંગવતીએ બીજો પ્રિય ન કરવા નક્કી કર્યું એમાં તરંગવતીનો વિવેક ધ્યાનમાં રાખવા જેવો છે, સંસારમાં માણસને કર્મપરવશતાથી અનિષ્ટ સંયોગ આવી મળે છે, ને અનિષ્ટ પ્રવૃત્તિ કરવી પડે છે, પરંતુ એમાં આ વિચારવું જોઈએ કે આ કર્મજનિત અનિષ્ટમાં હું વિચારસરણી મલિન કરવા બંધાયેલો નથી, પાપ વિચારો કરવા બંધાયેલો નથી. મારા વિચાર ને વિચારસરણી નિર્મળ રાખી શકું છું, જિનવચનને અનુસારી રાખી શકું છું. મૈત્રી-કરુણા-પ્રમોદભાવના વિચાર રાખી શકું છું. જોવા જાઉં તો દેખાય છે કે | મલિન વિચારો અને જિનવચનથી વિરુદ્ધ વિચારો સેવીને દુન્યવી કશું સુધરતું નથી, ત્યારે પવિત્ર વિચારો ને જિનાજ્ઞા-અનુસારી વિચારસરણી રાખવા જતાં કશું બગડતું નથી. કર્મ ! તારી ગતિ ન્યારી