________________ બધી વેદના !" તો તો એ આર્તધ્યાનમાં હોત; ને આર્તધ્યાનમાં કાંઈ ઇંદ્રપણાનું દેવગતિનું આયુષ્ય ન બંધાય. આર્તધ્યાનમાં તો તિર્યંચગતિના પાપ બંધાય. એ તો ઊંચું શુભધ્યાન આવેલું તો જ ઇંદ્રપણાનું પુણ્ય ઊભું થયું, અને ભવનપતિ-નાગલોકના ઇંદ્ર ધરણેન્દ્ર બન્યા ! એ ઊંચું શુભધ્યાન શાના પ્રભાવે ? કહો, અગ્નિદાહની બળતરા ભૂલી નવકારશ્રવણ અને પ્રભુમુખ-દર્શનની ઠંડક એવી અનુભવી કે આ ઠંડકમાં પેલી બળતરા સદંતર ભુલાઈ ગઈ ! ભુલાઈ તે એવી કે એનો કશો સંતાપ-હાયકારો રહ્યો નહિ. બસ આપણે જોવાનું આ છે કે જેમ ધરણેન્દ્ર સાપ શરીર બળ બળની સ્થિતિમાં નવકારના અક્ષરો પર અને પ્રેમ કરુણાભર્યા પ્રભુમુખ પર ઠર્યો, એમ આપણે બીમારીમાં તો નહિ, કિન્તુ સારી સ્થિતિમાં ય નવકાર અને પ્રભુમુખ-દર્શનમાં ઠરીએ છીએ ? નવકારમાં ઠરવાનો ઉપાય : સાપને તો નવકારના અર્થ કે નવકારના મહિમાની કશી ખબર નહિ. છતાં એમાં ભારે ઠર્યો ! ત્યારે આપણે તો નવકારની અને પ્રભુની ઓળખનો દાવો રાખીએ છીએ તો પછી કેમ ઠરતા નથી ? કહો, સાપને બળતી સ્થિતિમાં આશ્વાસન લાગ્યું કે “અહો ! મને કોઈક પ્રેમથી દયાથી કાંઈક સંભળાવે છે ! મારા પર કોઈક પ્રેમ અને દયાભરી દષ્ટિથી જુએ છે !' એ આશ્વાસનથી એનું ચિત્ત નવકારશ્રવણ ને પ્રભુમુખદર્શનમાં કર્યું. એમ આપણને આ આશ્વાસન લાગે કે “અહો ! આ નવકારના અક્ષર જ્ઞાનીઓએ કેટલા બધા પ્રેમથી અને કેટલી બધી દયાથી સંભળાવેલા છે ! જ્ઞાનીઓએ જ્યારે એટલી બધી દયા અને પ્રેમથી આ અક્ષરો સંભળાવ્યા ત્યારે આ નવકારના અક્ષરો કેટલા બધા પ્રભાવવંતા હશે !" એમ આપણને અભુતતા લાગે. કમઠનો સાપ અગ્નિની શેકામણથી બળતો હતો એમ આપણે કેટલીય વાતોથી ચિંતા અને સંતાપોથી બળી રહ્યા છીએ, એ ભાવ મન પર લાવીએ, તો એમાં પ્રભુની આ દયા અને પ્રેમથી ઉચ્ચારાયેલા અને પ્રભાવવંતા નવકારના અક્ષરો પર આપણે ઓવારી જઈએ ! એમાં ઠંડકથી ઠરીએ. આવું માત્ર નવકારમાં જ નહિ, પણ શાસ્ત્રના વાંચન-શ્રવણમાં ઠંડકથી ઠરવાનો અનુભવ કરવાનો. ગૌતમ મહારાજ સ્વયં દ્વાદશાંગી આગમોના રચયિતા હતા, એટલા બધા એ મહાજ્ઞાની હતા ! છતાં મહાવીરસ્વામિ ભગવાનના વચન વિસ્મિત કર્મ ! તારી ગતિ ન્યારી 79