________________ કાઠ લઈને આવ્યો. કાષ્ઠની ચિતા ગોઠવી, અને એના પર મારા પ્રિયનું શરીર ગોઠવ્યું એના પર બીજા કોઇ મૂક્યા, અને કાષ્ઠની પાસે એના બાણને પત્થર પર ઘસીને અગ્નિ-તણખા પ્રગટાવી કાષ્ઠ સળગાવ્યા. હું જે મારા પ્રિયના શરીર પર ચાંચો લગાડી એને બોલાવવા મથતી હતી, એ પારધીને ત્યાં આવતાં જ ઊડી આકાશમાં ચારે બાજુ ઘુમવા લાગેલી. ઘૂમતી જોતી હતી કે આ શું કરે છે એમાં જ્યાં ભડભડતો અગ્નિ અને એની અંદર મારા પ્રિય ચકોરનું શરીર બળતું દેખવા લાગી ત્યાં મારા મનને ભારે દુઃખ-ઉદ્વેગભર્યો કલ્પાંત શરૂ થઈ ગયો, મને થયું, અરેરે પ્રિય ! આ હું શું જોઈ રહી છું ? તમે બળો છો એ મારે જોવાનું આવ્યું, એ પહેલાં મને કેમ બાળી ન મૂકી ? તમારા ગાત્ર બળતા જોઈને તો મારા ગાત્ર બળવા લાગ્યા છે. અમારે સ્ત્રીઓને તો એકમાત્ર પ્રિયનો આધાર હોય છે, તે તમે બળી મરો પછી શું મારે આધાર વિના જીવવાનું ? અને તમારા વિયોગે જીવનભર એક સંતાપની આગમાં સદા બળતા રહેવાની કારમી પીડા જીવનભર સહવાની ? એના કરતાં તો આ આગમાં બળી મરવાની પીડા વિસાતમાં નથી; ક્ષણભરની પીડા છે. તો લાવ તમારી હારોહાર બળી જ જવા દે. મારા પ્રિયના બળવાની સાથે મારે બળવામાં તો કલેજે ઠંડક રહેશે કે હાશ ! મને પ્રિયની સાથે બળવાનું મળ્યું.' એમ કરી મેં ભડભડતી આગમાં ઝુકાવ્યું. સારસિકા ! મારા અંગેઅંગ ભડકે બળતા હતા, પણ મારી સાથે બળતા પ્રિયની હૂંફ એવી હતી કે મને કલેજે બળતરા નહિ, પણ ઠંડક હતી.” રાગના લીધે બળવામાં પણ ઠંડક : જગતમાં મોહ રાગ શું કામ કરે છે, એ અહીં દેખાય છે. અગ્નિની ભડભડતી જવાળાઓમાં બળવાનું પણ હૈયાને બાળતું નથી, ઠંડક આપે છે ! કારણ પ્રિય પર ભારે રાગ. ત્યારે આ પરથી સમજી શકાય છે કે કમઠના કાષ્ઠમાંથી અડધીપડધો બળેલો સાપ પાર્શ્વકુમારે બહાર કઢાવી સેવકના મુખે એને નવકાર આપ્યો, ત્યારે એ સાપે અગ્નિએ બળ્યાની વેદના શી રીતે ભૂલીને કલેજે ઠંડક અનુભવી હશે ? શી રીતે ઠંડકથી નવકારપદના શ્રવણમાં અને પાર્શ્વકુમારની મુખમુદ્રાનાં દર્શનમાં લીન થઈ ગયો હશે ? એવી ઠંડકથી શ્રવણદર્શન કર્યા હશે તો જ ત્યાંથી મરીને ધરણેન્દ્ર થયો હશે ને ? ઠંડકને બદલે જો હૈયે બળ્યાની લાયનો સંતાપ હોત કે “હાય કેટલી બધી બળતરા ! કેટલી 78 - તરંગવતી