________________ જીવ શા સારું પ્રેમમાં પાગલ થતો હશે જેના અંતે જીવને આવા માથા પછાડ દુઃખ કરવાના આવે ? ખૂબી તો એ કે સામા પ્રેમપાત્ર પર ગમે તેટલો પ્રેમ-રાગ-લાગણી આમ માથા પછાડ કષ્ટથી વ્યક્ત કરે, પરંતુ એનું કશું ઉપજતું તો છે નહિ. સામાને કશી શાતા નથી આપી શકતો, ને નથી એને બચાવી શકતો. પ્રિય પર આફત અંગે લાગણી-પ્રદર્શન પણ ક્યાં સુધી ? પોતાના પર બીજી આફત ન આવે ત્યાં સુધી ! મારે એવું જ બન્યું. મારો પ્રિય વીંધાયો એ જોઈ પેલો પારધી યુવાન ત્યાં દોડતો આવ્યો. પારધીની કાયા જોઈ હોય તો જાણે મોટા રાક્ષસની કાયા ! કાળા શીશમ જેવી અને મોં વાઘના જેવું વિકરાળ ! એમાં આંખો ભારે ભયાનક એવી કે એ જોતાં જ મારા તો હોશકોશ ઊડી ગયા. હું ગભરાઈ, મને થયું કે હાય ! આ નિર્દય શું કરશે ? મને હાથમાં પકડી મસળી તો નહિ નાખે ?" સ્વાર્થની માયા કેવી છે ! પોતાના પર આફતના ભયની લાગણીએ હું આકાશમાં ઊડી ત્યાં જ ગોળ ગોળ ભમવા લાગી; જોઉં છું પારધી યુવાન શું કરે છે. તો સારસિકા ! શું એ યુવાન ત્યાં નિર્દયતાથી આવ્યો હતો? ના, કઠોર માણસના ય દિલના ખૂણામાં ક્યાંક કોમળતા હોય છે. એ મને ત્યાં જોવા મળ્યું. આમે ય એમ તો બીજા પ્રાણીઓ પ્રત્યે ભયંકર ક્રૂર વાઘવાઘણમાં ય પોતાના બચ્ચા તરફ ક્યાં કોમળતા નથી હોતી ? પરંતુ પારકા પર કોમળતા આવે એ નવાઈ છે. પારધીમાં ચકોર પ્રત્યે એ કોમળતા આવી કે “હાય મેં તો હાથીનો શિકાર ધારેલો, એમાં આ બિચારા પંખેરાનો ક્યાં શિકાર થઈ ગયો ! એમાં વળી એણે જ મારો (ચકોરીનો) કલ્પાંત અને માથા પછાડ દૂરથી જોયો હશે, તેથી એની લાગણી વધારે ઉત્તેજિત થઈ ગઈ... શિકારી પારધીની ચકોર પ્રત્યે કૂણી લાગણી : આ રીતે એણે મારા પ્રિય ચકોરનું શરીર હાથમાં લઈ બહુ સાચવીને એમાંથી બાણ ખેંચી કાઢ્યું. પછી જુએ છે તો ચકોરમાં પ્રાણ રહ્યા નથી, તેથી એ પારધીએ કેમ જાણે પોતાના અપરાધના પ્રાયશ્ચિત્તરૂપે કમમાં કમ કાંઈક કરવું' એમ વિચારી ચકોરના મૃત શરીરનો અગ્નિસંસ્કાર કરવા એ લાકડા લેવા ઉપડ્યો. તરંગવતી કહે છે “હે સારસિકા ! હું મારા પ્રિયના દેહ પર ભારે કલ્પાંત કરી રહી હતી. આ કલ્પાંતનો પાર નહોતો એટલામાં પેલો પારધી કર્મ ! તારી ગતિ ન્યારી