________________ એને લાગ્યું કે “આજ તો ઘી કેળા થશે કેમકે કરંડિયો કોચીને અંદર પેસી નિરાંતે ફળ ખાઉં તો કોઈ રોકનાર દેખાતું નથી.' બંનેમાં કોનું ધાર્યું થાય એવું છે ? ઊંદરડો કરંડિયો કોચવા મંડ્યો. પછી ખૂબી એ થઈ કે ઉંદરડે કરંડિયાની બહારમાં એ જ જગાએ કોચવા માંડ્યું કે જ્યાં અંદરમાં સાપનું મોટું હતું. આ કોણે ગોઠવી મૂક્યું ? ભવિતવ્યતા જ એવી કે એ આ બધું અમુક ચોક્કસ પ્રકારનું ગોઠવી દે; અલબત એમાં સાપ અને ઉંદરના શુભ-અશુભ કર્મ કામ કરી જાય. શુભાશુભ કર્મે સાપને ભક્ષ્ય મળી જાય, અને ઉંદરને કરપીણ મોત મળે; પરંતુ એ શુભાશુભ કર્મ આ જ રીતે કામ કરી જાય એમાં ભવિતવ્યતાનું નિયોજન છે. એણે ઊંદરને અહીં લાવી મૂક્યો, જયાં એને ભયંકર મોતની વેદનાના અશુભ કર્મ ઉદય પામી જવાના ! ઉંદરે કરંડિયો કોચીને કાણું પાડ્યું, તે એવી જગાએ કે જયાં સાપનું મોટું છે. ઉંદરને ફળની સરસ સોડમ અને ખાવાના લોભમાં જોવા ફુરસદ ન રહી કે અંદર કોણ છે ? તે એ તો કાણામાંથી સીધો સાપના ફાડેલા મોમાં જ દાખલ થઈ ગયો. કેમ જાણે સાપની ઉપર વહાલ ઊભરાયું,- “લે ભઈલા ! તું ભૂખ્યો છે ને ? હું આ તારા મોઢામાં જ સીધો આવું છું !" વહાલ કાંઈ નહિ કવિકલ્પના છે. કલ્પના એટલા માટે કે જેમ વહાલ-વાત્સલ્યથી કોઈનું કામ કરીએ એ બીજા ત્રીજા વિચાર વિના સહેજે. અને ઝટપટ થાય છે, એ રીતે આ ઉંદર આફતના કશા વિચાર વિના સહજભાવે અને ઝટપટ સાપના મોંમાં પેસી ગયો. ઉંદર ત્રાસથી મર્યો ! અને સાપ પેટ ભરીને એજ કાણામાંથી બહાર નીકળી ચાલી ગયો ! સાપને ભક્ષ્ય અને મુક્તિ, બેવડો લાભ ! તરંગવતી કહી રહી છે “સારસિકા ! તને શું કહું મારા દુઃખની વાત ? મારી પ્રિય ચકોર બિચારો બાણે વીંધાયો બાણ સાથે પાણી પર પડ્યો ને કારમી વેદનાથી એ જોતાં હું પણ બેભાન થઈ પડી પાણી પર, પાણીની ઠંડકથી જરાક વારમાં ભાન આવતાં ભારે કંપવા લાગી, પ્રિયને બચાવી લેવા ફાંફાં મારતી મેં ચાંચ વડે બાણને ખેંચવા માંડ્યું પણ બાણ એમ શરીરમાં ખેંચેલું શાનું નીકળે ? પરંતુ બાણને ખેંચવામાં બાણ સાથે મારો પ્રિય પાણીને કિનારે ખેંચાઈ આવ્યો. ત્યાં હું વલખા મારતી માથા પછાડ કરી રહી હતી એ જોતાં લાગે કે, - તરંગવતી