________________ થાય'- આ પ્રવૃત્તિનો દોષ રાવણના ખ્યાલમાં જ ન આવ્યો, નાલેશી થઈ, હવે શું કરે ? રાંડ્યા પછી ડહાપણ આવે એ શું કરે ? રાવણ વાલિની ક્ષમા માગતાં કહે છે, “પ્રભુ મેં પહેલાં તમારા બળને જાયું નહિ ને આ સાહસ કર્યું. મને ક્ષમા આપો.” વાલિ કહે છે, ‘ભલા આદમી ! આ તું ચંદ્રહાસ ખડગ મળ્યાના પુણ્યના આપું? હું પણ હજી આયુષ્ય, બળ, ને રાજયસંપત્તિના પુણ્યના ભરોસે જ બેઠો રહ્યો છું. હું પણ એક દિ' ઠગાવાનો. એવું ઠગાવાનું આવે એ પહેલાં સોપું છું, ને એને તારી આજ્ઞામાં રહેવા હુકમ કરું છું.' વાત આ હતી, કર્મસત્તા અને ભવિતવ્યતા કેવી કેવી અણધારી ઘટનાઓ સરજે છે ! રાવણને અણધારી ભારે નાલેશીભરી હાર મળી. ચકોર પર અણધારી જીવલેણ આફત આવી. ભવિતવ્યતા કેવી કે પેલાનું બાણનું છોડવું, ને એ જ વખતે ઊડતા જવું ને વીંધાઈ જવું. પૂછો, “બીજા કોઈ પંખીને નહિ, પણ આ રીતે ? હા, એનું જ નામ ભવિતવ્યતા. ત્યારે પારધીના હાથી તરફ તકાયેલા બાણથી હાથી બચી ગયો એ પણ ભવિતવ્યતાએ બચી ગયો, અને શુભકર્મના ઉદયે બચી ગયો. બાકી હાથીનો બચવાનો પુરુષાર્થ ક્યાં હતો ? એ તો નિશાનબાજ પારધીના બાણના નિશાન તરીકે તકાઈ જ ગયો હતો, જેની હાથીને કશી ખબર જ નહોતી. છતાં એ બચી ગયો, અને પારધીના જે લક્ષ્ય તરીકે જ નહિ, એ ચક્રવાક બાણથી ઝડપાઈ ગયું! આ પરથી એમ લાગે કે કેમ જાણે આ બધું ગોઠવાઈ ગયું હતું. પરંતુ કોઈ ગોઠવવા આવતું નથી, કર્મસત્તા, ભવિતવ્યતા વગેરે તત્ત્વો જ કામ કરે છે. કરંડિયાના સાપને ભક્ષ્ય પ્રાપ્તિ ભવિતવ્યતાથી : ફળના કરંડિયામાં સાપ પૂરેલો હતો. સાપ ભૂખ્યો ડાંસ; પણ ત્યાં શું ખાવા મળે ? એને લાગતું હતું કે આમ જ અંદર પૂરાયા ભૂખ્યા ભૂખ્યા મરી જવું પડશે. એમાં બહારમાં એક ભૂખ્યો ઉંદર ફળની ગંધથી ખાવા આવ્યો. કર્મ ! તારી ગતિ ન્યારી