________________ હૃદયે લય-લીનતાથી સાંભળતા હતા. શું પ્રભુના કથનના પદાર્થને જાણતા નહોતા ? જાણતા જ હતા; છતાં કેમ આશ્ચર્ય ? ને કેમ ઓવારી જવાનું? એટલા માટે કે એમને આ લાગતું કે “અહો ! પ્રભુ કેટલી બધી દયા અને કેટલા બધા પ્રેમથી આ કહી રહ્યા છે !' ભારે બીમારીની અસ્વસ્થતામાં કોઈ બહુ પ્રેમ લાગણી અને ગદ્ગદતાથી નવકાર સંભળાવે, જાણીતા સ્તવન-સજઝાય સંભળાવે, ત્યાં આપણને ક્યાં એમ લાગે છે કે “આ તો મેં સાંભળેલું છે?' ત્યાં તો ભાવથી સંભળાય છે. એમ, આપણને આપણી કર્મ-પીડિતતાની ભારે અસ્વસ્થતા થાય, તો બહુ પ્રેમ-લાગણીથી સંભળાવાતા એના એ શાસ્ત્ર-અક્ષર ને શાસ્ત્ર-વાતો વિસ્મયથી સાંભળીએ. | ‘ભવપાર કરી ગયેલા પરમપુરુષ પણ જ્યારે અમારા જેવા કર્મ-પીડિત જીવો પર દયા અને પ્રેમથી કહે છે, તો એમાં અમારું મહાન હિત સમાયેલું છે,'- આમ જો જ્ઞાનીઓની દયા અને પ્રેમની આપણે કદર કરીએ તો આપણને એ વચનોમાં ચમત્કાર દેખાય, પછી ભલે એ વારંવાર બોલવા-સાંભળવામાં આવે. મોટા મોટા મેઘકુમાર મુનિ, શાલિભદ્ર મુનિ, જંબૂકુમાર મુનિ જિનાગમોનાં શ્રવણ અને પારાયણમાં એ પ્રમાણે પ્રભુની અપરંપાર દયા અને પ્રેમ દેખીને એ પારાયણમાં એ સ્વાધ્યાયમાં ભાવતરબોળ રહેતા; તેથી એવો ભરચક આનંદ એ અનુભવતા કે એ આનંદના લીધે સ્વાધ્યાયની સાથે સાથે કરાતા ત્યાગ અને તપસ્યામાં એમને કશું કષ્ટરૂપ લાગતું નહોતું; અને આ સ્વાધ્યાય-સંયમ-ત્યાગ તપસ્યામાં આડાઅવળા કોઈ પણ વિચારો વિના દિવસ ક્યાં પસાર થઈ રહ્યા છે, એની એમને ખબર પડતી નહોતી. શાસ્ત્ર સ્વાધ્યાય આશ્વાસન માટે : આ પરથી સમજાશે કે જ્ઞાની ભગવંતો શાસ્ત્ર-સ્વાધ્યાય પર કેમ એટલો બધો ભાર આપે છે ? એટલા જ માટે કે એમાં આપણને આશ્વાસન મળે છે. આપણને એમ થાય કે “જ્ઞાનીઓ વડે આ શાસ્ત્ર-અક્ષરો શાસ્ત્રવચનો આપણા જેવા કર્મ-પીડિત પામર જીવો પરની કેટલી બધી અથાગ દયા અને પ્રેમથી ઉચ્ચારેલા છે !' માટે એમની એ દયા અને પ્રેમ જોઈ આશ્વાસન લઈએ કે વાહ ! જ્ઞાની પોતે તો તરી ગયેલા અને કૃતકૃત્ય બનેલા; છતાં હું ? અમારા પર આટલી બધી દયા અમારા પર આટલો બધો પ્રેમ !' સાપને શું હતું ? આમ તો એને પોતાને નવકારની કશી ગતાગમ - તરંગવતી