________________ અને મને ત્યાં જ પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવ્યું. પૂર્વ જન્મનો એ વૃત્તાન્ત એવો હતો કે એ હૂબહૂ નજર સામે તરવરતાં મન પારાવાર ખેદમાં અતિશય મગ્ન બની ગયું, ને ભાન ગુમાવી બેઠું, મૂચ્છ ખાઈને નીચે પડી. મારી સખી આ જોઈને ગભરાઈ ગઈ કે હમણાં તો આ પદ્મસરોવર જોઈ રહી હતી એટલામાં આ શું થઈ ગયું ? એણે તરત મારા મોં પર ઠંડા પાણીની છાલકો મારી. મગજને ઠંડક પહોંચતાં ચિંતાની ગરમી ઓછી થઈ, બેભાન મન ભાનમાં આવ્યું અને મેં રોવા માંડ્યું, સખીને બિચારીને આ કશી ખબર નહિ, એ તો ગભરાઈ જ ગઈ, મારા આંસુ લૂછતી લૂંછતી કહે “બેન ! આ શું થઈ ગયું તને ? એકાએક જ રોવા લાગી છે ? શું કોઈ ખાધેલું પચ્યું નહિ, ને પેટમાં દુઃખે છે ? અથવા તને પરિશ્રમ પડી ગયો તેથી મૂર્છા આવી ગઈ ? કે તને કોઈએ નજરથી વીંધી તેથી આમ બન્યું? મને ખુલાસો કર.” સખી આમ પૂછે છે, પરંતુ તરંગવતી બોલતી નથી અને રોવાનું ચાલુ છે. ત્યારે સખી કહે “તારું આ રૂદન જોઈને મારા તો દિલના ટૂકડા થઈ જાય છે. તને મારા સોગન છે જો તું મને ન કહે તો ? માટે જરૂરથી મને તું મૂચ્છિત થવાનું અને રોવાનું કારણ કહે, જેથી એના પ્રતિકાર રૂપે તારા દુ:ખને નિવારવાનો ઉપાય લેવાય. જો તારે શારીરિક તકલીફ હોય તો એને સુધારવામાં વિલંબ કરવા જેવો નથી. કેમ,” રોગ અને ઋણ બેની સ્થિતિ એવી છે કે જો અંકુશમાં ન લેવામાં આવે તો એ વધી જતાં એ સર્વ નાશને લાવી મૂકે. એમ દુનિયામાં કહેવાય છે કે મહિલા કુશીલના માર્ગે જતી હોય ને એની જો ઉપેક્ષા સેવાય તો ભયંકર પરિણામ આવે છે. માટે સમયસર એની ચિકિત્સા કરાવી લેવી જોઈએ જેથી શરીર ક્ષીણ થતું ન ચાલે. માટે સુંદરી ! સર્વત્ર યોગ્ય કાળે પ્રયત્ન કરી લેવો એ શુભોદય માટે થાય, ને અનર્થના ભોગ ન બનવું પડે. તો આમાં જરાય પ્રમાદ નહિ કરવો.' દાસીને બિચારીને શી ખબર કે “આને શાનું દુઃખ છે ? એમજ શારીરિક બીમારી કલ્પીને એણે શરીરશાસ્ત્ર ખોલ્યું, પણ તરંગવતીને એના તરફ લક્ષ જ નહોતું. જગતમાં આમ જ ચાલે છે. બીજાનાં દિલનું દુ:ખ જાણ્યા વિના પોતાની કલ્પનાનું દુઃખ ગણી એના નિવારવાના ઉપાયનું લેક્ટર કરે, એ શું કામ લાગે ? પછી ખુલાસો કરે ત્યારે ભોંઠા પડવા જેવું થાય. અહીં દાસીને એવું જ થાય છે. - તરંગવતી