________________ સંસાર આવી ચિંતાઓથી ભરેલો છે, છતાં તમને એના પર નફરત નથી છૂટતી એ આશ્ચર્ય છે. મનને એમ નથી થતું કે “આ ચિંતા-શોક-ઉદ્વેગભર્યા સંસાર કરતાં સંયમજીવન સારું કે એમાં ચિંતાઓની આ લોથ નહિ. સંતાનોને કદી આ શિખવાડતા નથી કે ‘ચિંતાઓની ને ખેદ-ઉદ્વેગની હોળીÍ સંસારમાં કાંઈ માલ નથી. ચિંતામુક્ત સુખી જીવન જીવવું હોય તો સંયમજીવન છે.” તમારા મનને દુ:ખ હોય તો તમે કહો ને? હૈયું બિઠું બનાવી દીધું છે, એટલે મનને માંડવાળ કરો છો કે “સંસારમાં ચિંતાઓ તો હોય, પણ સુખ કેવાંક મળે છે ! માટે કાંઈ સંસાર છોડી બાવા ન બનાય !" આમ ધર્મની માંડવાળ હોય, અને એમાં ધર્મને કષ્ટમય-દુઃખમય દેખવાનો હોય, એટલે પછી ધર્મ કરવાનો આવે ત્યાં “ચાલો, ચિતા વિનાનો ધર્મ કરવા મળે છે, તો હાશ, ધર્મમાં લાગી જાઉં !' એવું શાનું થાય ? પેલી તરંગવતીને મોઢા પર ભમરા આવીને બેસવા માંડ્યા, ચિંતા થાય છે ‘હાય ! આ તો બે ઉરાડ્યા, ત્યાં બીજા ચાર આવી લાગ્યા !...' ચિંતાથી ગભરાઈ ત્યાંથી દોડીને એ કેળના ઘરમાં પેસી ગઈ. જરા સ્વસ્થ થતાં ત્યાં રહી પાસેના સરોવરની મજા જુએ છે. તરંગવતીને બીજી વિમાસણ : તરંગવતી સાધ્વી કહી રહી છે કે ‘ભમરાઓની ચિંતાથી છૂટવા ત્યાં કેળના ઘરમાં ગઈ, તો ત્યાં મોટી વિમાસણ આવી પડી. કહે છે ને,- “ઘરની બળી વનમાં ગઈ, તો વનમાં ઊઠી આગ !' ત્યાં શું એવું બન્યું કે તરંગવતીને બીજી જ ચિંતા વધી પડી ? એ પદ્મસરોવરને જોઈ રહી છે. એમાં જુએ છે તો કમળો શોભી રહ્યા છે. હંસો ચક્રવાકો વગેરે પક્ષીઓ ખેલી રહ્યા છે,... એ બધું જોતાં જોતાં ને એમાં મનને ખૂબ આલ્હાદ થતાં, એમાં એક કમળપત્રની નીચે એક ચક્રવાક અને ચકોરી ખેલી રહ્યા હતા, એકબીજાના રાગમાં સામસામા ચંચુપાત કરી ખૂબ આનંદમાં ગરકાવ બનેલા હતા, એ જોવામાં આવ્યું અને તરંગવતી ઊંડા ચિંતનમાં પડી ગઈ. 5. તરંગવતીને જાતિસ્મરણ | સાધ્વીજી કહે છે “ગૃહિણી ! મારા માટે જીવનનો આ એક અદ્ભુત પ્રસંગ હતો. ઉંમરમાં આવેલી હું, મને ચક્રવાક ચકોરીને ક્રીડા જોતાં મનને જરાક રાગની વિહ્વળતા ઊભી થઈ અને મનને થયું કે “આવું તો ક્યાંક મેં જોયું છે. જ્યાં જોયું?.. ક્યાં જોયું?... એ ઊહાપોહમાં ઊંડી ઊતરી ગઈ કર્મ : તારી ગતિ ન્યારી