________________ તરંગવતી કહે છે, “મને કશી અજીર્ણ વગેરે શારીરિક પીડા નથી, કોઈ પરિશ્રમ લાગ્યો નથી, કે કોઈના જોવામાં આવી નથી.' દાસી પૂછે તો પછી કેમ તું એકાએક પડી ગઈ ?' તરંગવતીની મૂચ્છનું કારણ : હા, તે હું કહું. જો સારસિકા ! તું મારી સાથે જનમથી સુખદુઃખમાં સાથે છે. એટલે મારા સર્વ રહસ્ય તું જાણે છે, માટે જ તને કહેવાય; પરંતુ એટલું ધ્યાન રાખજે કે એ રહસ્ય તારી પાસેથી બહાર ન નીકળે અને મને વિશ્વાસ છે કે તું કોઈને એ નહિ કહે, તેથી તને કહું છું. જે કહું છું તે પણ એમાં કશું છુપાવ્યા વિના કહીશ, એટલે પૂર્વે અનુભવેલું દુઃખ કહું તો ભવિષ્યમાં કદાચ દુઃખ આવે એવો ભય રાખ્યા વિના બધું જ રહસ્ય તારી આગળ પ્રગટ કરવામાં મને સંકોચ નહિ રહે. માટે સાંભળ, પ્રિયના વિયોગના મહાદુઃખથી કરુણ એવી મારા સુખદુઃખની પરંપરાની કહાણી શોકભર્યા દિલે તને કહું છું. આમ તરંગવતીએ સખીને પોતાની આત્મકથા કહેવાની ભૂમિકા કરી લીધી, જેથી એ કહાનીની વિગત બહાર ન જાય; કેમકે રહસ્ય બહાર ફેલાઈ જવામાં એને મોટો ભય દેખાતો હતો. અલબત સખી વિશ્વાસપાત્ર હતી, છતાં વસ્તુનું મહત્ત્વ ન સમજીને અણજાણમાં બહાર કોઈને ન કહી બેસે એટલા જ માટે તરંગવતી ભૂમિકામાં રહસ્ય ગુપ્ત રાખવા પર ભાર મૂકે છે. રહસ્ય અકાળે બહાર પડવામાં કેટલું બધું જોખમ છે ! તરંગવતીનો અહેવાલ : દાસી કબૂલ થાય છે એટલે તરંગવતી એને કહે છે, “જો સારસિકા ! આપણે કેળના ઘરમાં બેઠા ત્યારથી હું પદ્મસરોવરની શોભા જોઈ રહી હતી. એમાં મેં કમળપત્રની નીચે ચક્રવાક ને ચકોરી પરસ્પર બહુ પ્રેમથી ક્રીડા કરી રહેલા જોયા. આમેય મનમાં લગ્નના તરંગ તો આવી જતા, એમાં આ પક્ષીયુગલની પ્રેમચેષ્ટા જોતાં મન એના પર લાગી ગયું, ને મનને એમ થવા માંડ્યું કે આવું તો મેં ક્યાંક જોયું છે. ક્યાં જોયું? ક્યાં એમ મનમાં ઉહાપોહ કરતાં કરતાં મને પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવ્યું. એમાં અહાહા ! એમાં જે પ્રિયના વિયોગની કરુણ કહાણી છે, એ આજે યાદ આવતાં શરીર કંપી ઊઠે છે. તને એ જીવનની કશી વસ્તુ છૂપાવ્યા વિના શોકભર્યા દિલથી કહીશ. પહેલાં પ્રિયના સંયોગનું મહાસુખ અને પછીથી પ્રિયના વિયોગનું મહાદુઃખ સાંભળતાં તું દુખિત થઈ જશે. પરંતુ તારે જાણવું જ છે તો જાણે વર્તમાનમાં કર્મ ! તારી ગતિ ન્યારી 69