________________ “આ તમને ખબર છે નિમિત્તિયાની વાણી એટલે સર્વજ્ઞ ભગવાનના નિમિત્તશાસ્ત્રનાં વચન ? એ જૂઠાં પડે નહિ. મહારાજાને ગમે ત્યાં મૂકી આવો, નિમિત્તિઓએ ભાખેલી આફતમાંથી એ બચી શકે નહિ. મુખ્યમંત્રી કહે “વિધાતાના લેખ મિથ્યા ન થાય.” ત્યારે બીજા મંત્રીઓ કહે “તો શું મહારાજાને આપણે ગુમાવવાના ?" “ના, ગુમાવવાના નહિ. મહારાજને બચાવી લેવાનો રસ્તો છે. જુઓ નિમિત્તિયાએ મહારાજાનું નામ લઈ નથી કહ્યું કે શ્રીવિજય રાજાના માથે વિજળી પડશે, માત્ર પોતનપુરના રાજાના માથે વિજળી પડશે એટલું જ કહ્યું છે, તેથી જો મહારાજા આ સાત દિવસ માટે ગાદીનો ત્યાગ કરે અને આપણે બીજાને રાજયગાદીએ બેસાડીએ, તો મહારાજ ભયમુક્ત બની જાય.” મંત્રીઓ આ સાંભળી મુગ્ધ થઈ ગયા કે વડામંત્રીની કેવી કુશાગ્રબુદ્ધિ ! એમાં ય જ્યારે રાજાએ ના પાડી કે કોઈ બીજાના પ્રાણના ભોગે મારે મારા પ્રાણ નથી બચાવવા,” ત્યારે બીજા મંત્રીઓ વિમાસણમાં પડ્યા કે “આમ તો રાજા ગાદી ન છોડે તો સાતમા દિવસનો ભય ઊભો જ રહ્યો. તો હવે શું કરવું?’ તો આનો પણ ઉકેલ મંત્રીએ પોતાની વિશિષ્ટ બુદ્ધિથી કાઢી આપ્યો કે ‘નગર બહારના અધિષ્ઠાયક યક્ષની મૂર્તિને રાજા તરીકે ગાદીનશીન કરવી. પછી વિજળીથી મૂર્તિ નષ્ટ થાય તો રત્નની મૂર્તિ ભરાવી ત્યાં મંદિરમાં સ્થાપવી.' વિશિષ્ટ બુદ્ધિના આવા અનેક દાખલા છે. તરંગવતીએ વિશિષ્ટ બુદ્ધિથી સપ્તવર્ણા પુષ્પની સફેદાઈ ઉપર રક્તાશ કેવી રીતે આવી એનો ઉકેલ આપ્યો. આ ઉકેલથી પિતાજીના મનને સંતોષ થયો, મને કહે “દીકરી ! તે મારા દિલમાં હતું એ જ કહ્યું. આ તો મેં તારી પરીક્ષા કરવા પૂછેલું કે તે વિદ્યા-વિજ્ઞાન કેટલું પ્રાપ્ત કર્યું છે ને કેટલું પરિણત કર્યું છે. ખરેખર ! તારી વિદ્યાથી મને સંતોષ થયો છે. ને મારા તને આશીર્વાદ છે કે ‘તને આવા જ વિદ્યા-વિજ્ઞાનવાળા તથા વિનય-રૂપ-લાવણ્ય-શીલ આદિ ગુણોથી સંપન્ન અને ધર્મનિષ્ઠ પતિ પ્રાપ્ત થાઓ.” - સાધ્વીજી કહે “પિતાજીના એ વચનથી મને શરમ લાગી. મેં મુખ નીચું કરી દીધું. પછી મેં વિનતિ કરી કે “મારે એ સપ્તવર્ણ પુષ્પની સ્થિતિ જોવી છે કે કલ્પના પ્રમાણે બરાબર સરોવરમાંથી ભમરાઓ ઊડીને આવી એના પર બેસે છે કે કેમ ?' પોતાનું કલ્પેલું બરાબર છે કે નહિ એ જિજ્ઞાસા પણ તત્ત્વશ્રદ્ધા દૃઢ કર્મ ! તારી ગતિ ન્યારી દ 1