________________ શેઠ કહે “પરંતુ ત્યાં પાસમાં કમળને ઉગવાની શક્યતા જ નથી. કમળ તો તળાવમાં ઊગે.” તો મેં કહ્યું “પાસમાં કોઈ સરોવર હોવું જોઈએ. ભમરાઓ એના કમળોના રસને ચૂસી આ બાજુ ઊડતા હોય, ને આ સપ્તવર્ણોના સુંદર પુષ્પને જોઈ એના પર બેસતા હોય એટલે એના પગે લાગેલી ઝીણી ઝીણી પરાગ પુષ્પ પર ચોંટતી જાય. ભમરાઓના બહુવારના ભ્રમણથી આમ પુષ્પ પર પરાગ સારા પ્રમાણમાં છવાઈ જતી હોય, એટલે સ્વાભાવિક છે કે સપ્તવર્ણા પુષ્પ કમળવર્ણનું થઈ જાય.' - તરંગવતીએ બુદ્ધિ કેવી લડાવી ! એનું કારણ એણે આ કળા વિદ્યા વિજ્ઞાનના સારા પરિશ્રમથી બુદ્ધિને કેળવી હતી. વિશિષ્ટ બુદ્ધિશક્તિના આ માનવ અવતારમાં એને જો સારામાં કામ ન લગાડાય, એ માટે કળા વિદ્યા તથા શાસ્ત્રોમાં પરિશ્રમ ન થાય અને માત્ર આહારાદિ સંજ્ઞાઓનાં પોષણમાં જ બુદ્ધિશક્તિ વપરાય એ સોના જેવા ખાતરને રસાળ ભૂમિને બદલે ઉકરડામાં હોમવા જેવું થાય. એમાં બુદ્ધિશક્તિ વેડફાઈ જાય ! સાધુ પણ જો આ ન સમજે કે “મને બુદ્ધિશક્તિ મળી છે, અને શાસ્ત્રો મળ્યા છે, તો બુદ્ધિશક્તિને એ શાસ્ત્રોનાં ખૂબ અવગાહનમાં વાપર્યે રાખું,'જો આ ન સમજે તો એને પણ બુદ્ધિશક્તિ ગોચરી-પાણી આડુંઅવળું અને ભગતોમાં વેડફાઈ જાય ! જો સદુઉપયોગ થાય તો એથી કેળવાયેલી બુદ્ધિનો યોગ્ય સ્થાન પર વિશિષ્ટ અને હિતકર ઉપયોગ થાય. તરંગવતીએ કેળવેલી બુદ્ધિનો અહીં ઉપયોગ થઈ રહ્યો છે, એમાં “સપ્તવણિયું સફેદ ફૂલ કેમ કમળવર્ણનું ?' એનો ખુલાસો કરે છે. વિશિષ્ટ બુદ્ધિનો દાખલો : પેલા વિમળ મહામંત્રીની બુદ્ધિની વાત આવે છે ને ? શાંતિનાથ ભગવાનના પ્રથમ ગણધર ચક્રાયુધ એક ભવમાં પોતનપુરના રાજા શ્રીવિજય છે. ત્યાં બહારથી આવેલ નિમિત્તિયાએ રાજાના અને સભાના અતિશય આગ્રહથી ભવિષ્યવાણી ભાખી છે કે “આજથી સાતમે દિવસે પોતનપુરના રાજાના માથે વિજળી પડશે. ત્યારે મંત્રીમંડળમાંથી કોઈક કહે “મહારાજાને સમુદ્ર વચ્ચે વહાણમાં રાખો,” બીજો કહે “પર્વતની ગુફામાં બેસાડી દો,” ત્રીજો વળી કાંઈક ત્રીજી જ જગા બતાવે છે. ત્યાં મોટો મંત્રી કહે, 6) - તરંગવતી