________________ નવ વાડે કરી નિર્મલું, પહેલું શીલ જ ધરજો રે ઉદયરત્ન કહે તે પછી, વ્રતતણો ખપ કરજો રે, શીલ” પેલા શ્રાવક શેઠે જોયું “આ સંગીતકારો પાસે રહ્યા, એ પાપ છે. એમનાં મોહનાં ગીતડાં નાનડિયાની શીલની ભાવના બગાડે. માટે એ પાપ કાઢવું જોઈએ.' શેઠની સંગીતકારોને હટાવવા કુનેહ : પણ રાજાને કહેવાથી રાજા થોડો જ માને ? એટલે શેઠે યુક્તિ કરી મોટો નજરાણાનો થાળ લઈ રાજાને મળવા ગયા. રાજા પાસે જઈ નજરાણું ધરી કુશળ પૂછે છે. રાજા કહે- “કાંઈ કામકાજ હોય તો કહેજો.” શેઠ કહે કામ તો કાંઈ મોટું નથી. મારે કુટુંબ હવે મોટું થયું એમાં ઘરમાં પરમાત્માનું મંદિર કરવું છે. તેથી આપની રજા લેવા આવ્યો છું.” રાજા કહે “ઓહો ! પરમાત્માનું મંદિર કરવું, એ તો ઉત્તમ કાર્ય છે. એમાં રજા શાની લેવાની હોય ?' શેઠ કહે “સાહેબ ! વાત એમ છે કે મંદિર થાય એટલે નગારા ઢોલ વગેરે વાજિંત્ર વાગે, એમાં જો કોઈ આપની પાસે ફરીયાદ લઈને આવે કે આથી ઘોઘાટ થાય છે, તો આપ મને કહોને કે “કોને પૂછીને મંદિર કર્યું ?' તેથી પહેલેથી જ આપની રજા લઈને મંદિર કર્યું હોય તો વાંધો ન આવે.” રાજા કહે “જાઓ જાઓ કરો ભગવાનનું મંદિર, હું એવી કોઈની ફરિયાદ સાંભળવાનો નથી.' બસ, શેઠે ઘેર આવી ઘરમંદિર બનાવી ટકોરખાનું બેસાડી દીધું, ચાલ્યું આખો દિવસ નગારા વગાડવાનું ‘તડિતુમ્ તડિતુમ્, ધડિતુમ્, ધડિતમ...' હવે પેલા સંગીતકારો ઝીણા સ્વરે શું ગાઈ શકે ? જઈ દીવાનને ફરિયાદ કરી. દીવાને રાજાને વાત કરી. રાજાએ કહ્યું “આપણે શેઠને રજા આપેલી છે. સંગીતકારોને બીજા લત્તામાં મકાન અપાવી દ્યો.” પત્યું. સંગીતકારો ત્યાંથી બીજે ખસેડાઈ ગયા, અને શેઠને નિરાંત થઈ કે હાશ ! કુટુંબના શીલના ભાવને ધક્કો લગાડે એવું પાપ ટળ્યું !' શ્રાવકોની આ કાળજી; આશ્રિતોના શીલની રક્ષા થાય એ ખાસ જોવાનું. ઋષભસેન નગરશેઠ એ માટે શીલના કિલ્લા સમાન હતા. અનેક સુંદર ગુણોના ભંડાર આ નગરશેઠ કુળમાં દીવા જેવા હતા. કર્મ ! તારી ગતિ ન્યારી પ 1