________________ ‘તમે જાણતા હતા કે અહીં લૂંટારા છે, છતાં અમને તમે કહ્યું નહિ? કહ્યું હોત તો સાથે ચોકિયાતો લઈ લેત ને ? અમને લૂંટાવા દેનાર તમે કુપુત્ર છો, આવા કુપુત્રને મેં કાં દૂધ પાઈને ઊછેર્યો ? લાવો છરી, લાવો મારા સ્તન કાપી નાખું.” ત્યાં લૂંટારાનો આગેવાન કહે “મા ! આ શું બોલી ? આ તો તારો કુપુત્ર નહિ, પણ સુપુત્ર, રતન છે રતન ! એણે સાધુપણું લીધું, તમે એને સાધુપણું અપાવ્યું, એ એણે બરાબર પાળ્યું, તમારી ને તમારા કુળની શાન વધારી. સાધુથી અધિકરણ થાય એવું બોલાય નહિ, પછી ભલે સગાઓ કષ્ટમાં મુકાય. ચોકિયાતો આવતે તો મારામારી થાત. એ અધિકરણ થાય એમાં નિમિત્ત સાધુથી થવાય નહિ. તમારા પુત્રરત્ન તો સાધુપણું અજવાળું, ને સાથે તમારું કુળ અજવાળ્યું. આવા સાધુ-પુરુષને અમારી લાખો વંદના છે, ને આવા સાધુના જનેતા તમે, તમને ય અમારી વંદના છે, એટલે તમારું લૂંટ્યું એ ભૂલમાં તમને ઓળખ્યા નહિ તેથી લૂંટ્યું. તમારા જેવાનું લૂંટાય નહિ. જાઓ લઈ લો બધો તમારો માલ.” એમ કહી બધો માલ આપી દીધો. માતા સમસમી ગઈ કે “વાહ કેવો મારો પુત્ર સાધુ સાધુપણામાં ચુસ્ત !' એમ, નગરશેઠ શીલવ્રતના ઊંચા કિલ્લા સમાન હતા. કિલ્લામાં રહેલાં બધાનું રક્ષણ થાય. એમ આ નગરશેઠના આશ્રમમાં રહેલાના શીલનું રક્ષણ થાય, એવા એ ખબરદાર શ્રાવક હતા. કુટુંબનું શીલ સાચવનાર શેઠ પેલા શ્રાવક શેઠની વાત આવે છે ને ? એમની હવેલી પાસેના મકાનમાં રાજાએ પરદેશી સંગીતકારોને ઉતારો આપ્યો. બસ, સંગીતકારોને બીજું કામ શું ? રાજાના ટાઇમે જઈને સંગીત સંભળાવે, બાકીના સમયે મુકામ પર ગીતસંગીતનો અભ્યાસ કરે, એમાં મોહનાં ગીતડા ગવાય. શેઠ ચોક્યા કે હાય ! આવું બધું સાંભળીને તો ઘરની દીકરીઓ-વહુરો છકી જ જાય ! કામના ઉન્માદમાં ચડી બેસે ! ને તો તો અનર્થ કરી બેસે !" ત્યારે આજે સાસુ-સસરા-વહુ-દીકરીઓ બધા સાથે પિકચર જોવા જાય, સાથે ટી.વી. જોવા બેસે, એમાં નાનડિયાની શીલની ભાવના ક્યાં ટકે ? ત્યારે જીવનમાંથી શીલ ગયું તો શું રહે ? કવિ કહે છે. “સાધુ અને શ્રાવકતણાં વ્રત છે સુખદાયી રે શીલ વિના વ્રત જાણજો કુસકા સમ ભાઈ રે, શીલ સમો વ્રત કો નહિ, - તરંગવતી પC