________________ આ કાલોચિત શબ્દ હતા, રાજા પર એની અસર થઈ, અને તરત વર્ષાસન બાંધી આપ્યું. “કાલોચિત શબ્દનો વળી કેવોક પ્રભાવ પડે છે એ રામાયણના પ્રસંગથી જુઓ. સીતાજીની કાલોચિત ભાષા : સીતાજીને રામચંદ્રજી લોકવાયકાથી દોરાઈ જંગલમાં મુકાવી દે છે. મૂકવા જનારો સેનાપતિ રુએ છે, કહે છે “મારું પેટ કેવું પાપી કે એની ખાતર તમને મહાસતીને જંગલમાં તરછોડવાનું ગોઝારું કૃત્ય કરવાની આ નોકરી બજાવવાની આવી.” ત્યારે સીતાજી કહે છે ‘તારો કોઈ દોષ નથી, સ્વામિનો ય દોષ નથી, લોકનો ય દોષ નથી. દોષ મારા પૂર્વના અપયશકર્મનો છે. તું રોઈશ નહિ કેવા સુંદર કાલોચિત શબ્દ ! હજી આગળ જુઓ સેનાપતિ કહે છે “સ્વામિને કાંઈ સંદેશો આપવો છે ?' સીતાજી કહે છે, “હા, કહેજે કે “લોકના વચનથી મને ભલે છોડી, પરંતુ લોક કદાચ તમારા જૈનધર્મની નિંદા કરે, તો તમારો જૈનધર્મ છોડશો નહીં; કેમકે મને છોડ્યા પછી તો તમને મારા કરતાં સવાઈ ગુણિયલ પત્ની મળવા સંભવ છે, ને તેથી કાંઈ તમારો મોક્ષ નહિ અટકે. પરંતુ જો જૈનધર્મ છોડ્યો છે, તો તેથી સવાયો શું, એની હરોળનો ધર્મ નહિ મળે, અને તેથી તમારો મોક્ષ અચૂક અટકી જશે !" સીતાજીના આ કાલોચિત શબ્દોએ કેવો ચમત્કાર સજર્યો કે સેનાપતિએ જયારે એ શબ્દો જઈને રામને કહ્યા ત્યારે રામચંદ્રજી પોતાની નાલાયકતા અને સીતાજીની મહાલાયકાત વિચારતાં મૂછિત થઈ ગયા ! અને ભાનમાં આવતાં સીતાજીને પોતે જ પાછા લઈ આવવા ઊપડ્યા ! તરંગવતી સાધ્વીજીના પિતાનો આ એક ગુણ હતો કે એ સ્થિર મર્યાદાવાળા’ અને ‘સ્થિર ચારિત્ર્યવાળા હતા. પોતાના કુળને યોગ્ય, પોતાની સ્થિતિને યોગ્ય, તેમજ પોતાના ધર્મસ્થાનને યોગ્ય મર્યાદા પાળવામાં સ્થિર રહેવું જોઈએ. કુળમર્યાદામાં સ્થિર દશરથ : રાજા દશરથે દીક્ષાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે કૈકેયીએ કહ્યું “આપે લગ્ન વખતે મને વરદાન આપેલું કે “તને ગમે તે માગી લે ત્યારે મે કહેલું “અવસરે માગીશ તે તમે વધાવી લીધેલું. તો અત્યારે વરદાન પ્રમાણે હું કર્મ ! તારી ગતિ ન્યારી