________________ ભરતને માટે રાજ્યગાદી માગી લઉં છું.” અહીં તો દશરથે સૌથી મોટા અને વહાલા પુત્ર રામને રાજયાભિષેક કરવાની તૈયારી રાખેલી છતાં કહી દીધું “ભલે ભરતને રાજયગાદી આપું છું.” કેમ ? ઇશ્વાકુ કુળની મર્યાદા કે વચન આપેલું ફોક ન કરાય. તુલસી કહે છે, “પ્રાણ જાઈ અરુ વચન ન જાઈ, રઘુકુલરીતિ સદા ચલી આઈ.” ધર્મસ્થાનને યોગ્ય મર્યાદાના પાલક કુમારપાળ : કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો પાટણમાં પ્રવેશ છે. કુમારપાળ રાજા સામે લેવા આવ્યા છે, આચાર્ય મહારાજના શરીર પર તાપડા જેવો કપડો ઓઢેલો જોઈ કહે છે “ભગવદ્ ! મારા ગુરુના અંગ પર આવો કપડો જોઈ મને શરમ આવે છે.” આચાર્ય મહારાજ કહે છે “તને આ શરમ આવે છે, પરંતુ જે તારા સાધર્મિક શ્રાવકને આવા કપડા વાપરવા ઓઢવા પડતા હશે, એમની ગરીબી અને સીદામણ પર તને શરમ નથી આવતી ?' તરત રાજા વિચારે છે કે અરે ! મારું ધર્મસ્થાન કર્યું ? હું કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી મહારાજનો ભક્ત, અઢાર દેશનો રાજા, મારા ધર્મસ્થાનની મર્યાદાનો મારા સાધર્મિક સદાય એમાં ભંગ થાય છે, ત્યાં સંકલ્પ કર્યો કે સાધર્મિક ઉદ્ધારમાં દર વર્ષે એક કોડ રૂપિયા ખરચવા. ઋષભસેન નગરશેઠ મર્યાદા અને ચારિત્ર્યપાલનમાં સ્થિર હતા, એનો ભંગ ન થવા દે. ચારિત્ર્યપાલનમાં સ્થિર સુબાજી રવચંદ : અમદાવાદ વિદ્યાશાળાના સ્થાપક સુબાજી રવચંદને એક વાર કોઈ માસી ફોઈનો પ000, રૂ. નો વારસો મળ્યો. એ સામે ચડીને ઇન્કમટેક્ષખાતાની કચેરીએ ગયા, અને ઓફિસરને કહે “મારે આ વારસો આવ્યો છે, એનો જે ઇન્કમટેક્ષ લાગે તે લઈ લો.” કેમ જાતે ગયા ? ન્યાય નીતિ પ્રામાણિક્તાનું ચારિત્ર્ય પાળવામાં, લોભામણા અવસર આવ્ય ભંગ નહિ થવા દેવાનો. એ જોઈ ઓફિસર તાજુબ થઈ ગયો. ચારિત્ર-સંકલ્પમાં સ્થિર શિવકુમાર : જંબુકુમાર પૂર્વભવે દેવતા, એની પૂર્વના ભવે શિવકુમાર રાજપુત્ર, એ જાતિસ્મરણજ્ઞાન પામી વૈરાગ્ય પામ્યા; પણ પિતા રાજા ચારિત્રની સંમતિ નથી આપતા તેથી એમણે સંકલ્પ કર્યો કે ચારિત્ર ન મળે ત્યાંસુધી છઠ્ઠ છઠ્ઠના પારણે - તરંગવતી 32