________________ થઈ બરાબર ચાલતી નહોતી. તેથી કુંભારણ એને કહે “ચાલને બેન ! ચાલ મોડું થાય છે !" ત્યાં એક બાઈ એને પૂછે “આવી વાંકી ગધેડીને ન ધમકાવતાં બેન કહીને કેમ વાત કરે છે ? કુંભારણ કહે “મધુર વચનનો અભ્યાસ પાડવા આમ બેન કહીને વાત કરું છું. જેથી મધુરવાણીની પ્રેક્ટિસ રહે તો તમારા જેવી બેનો મટકા ખરીદવા આવે ને ગમે તેમ બોલે તો ય એમાં મારાથી ભારે શબ્દ ન કહેવાઈ જાય, ને મીઠાં જ વચન કહી શકું.” બસ, આવા મધુર વચને લોકોમાં એટલી બધી પ્રિય થઈ પડી કે લોકો એને ત્યાંથી જ મટકા ખરીદતા. પ્રશસ્ત વચન-ભાષિતા' એટલે શોભિતા વચન જ બોલવા. સામો ગમે તેવા ‘લુચ્ચા છો બદમાશ છો'... વગેરે હલકા શબ્દ બોલે, પણ આપણે એવા શબ્દ ન કઢાય. દશવૈકાલિક સુત્ર કહે છે કે “અલ્યા !" “એ ય” એવા શબ્દ ન બોલાય મહાનુભાવ ! ભાગ્યશાળી ! પુણ્યવાન !' એવા જ શબ્દ બોલવા. કાણાને માટે “આ કાણો છે એમ ન કહેતાં “ભાઈ એક આંખે અખમ છે' એમ બોલાય. પ્રશસ્ત ભાષા નાગરોમાં પારસીઓમાં સારી જોવા મળે. ઘરે આગંતુક આવ્યો તો “આવો કરતાં “પધારો' એ પ્રશસ્ત ભાષા છે. ‘તમે જૂઠું બોલો છો? એમ કહેવા કરતાં તમારું કહેવું માનવામાં નથી આવતું એ પ્રશસ્ત ભાષા છે. વિધવાની કાલોચિત ભાષા : ‘ભાષા પ્રશસ્ત અને કાલોચિત’ જોઈએ. યુદ્ધમાં એક સૈનિક મરાયો એની વિધવા બનેલી પત્નીએ રાજા પાસેથી વર્ષાસન મળે એ માટે કહેવરાવ્યું, પણ રાજાએ દાદ ન દીધી. થોડા વખત પછી બીજીવાર કહેવરાવ્યું ત્યારે રાજાએ જવાબ દીધો “કહેજો, બીજો પતિ કરી લે.” રાજાના આ કાળને અનુચિત શબ્દ હતા. વિધવા ગઈ રાજા પાસે, અને કહે છે, “આપના યુદ્ધમાં મારા પતિ મર્યા છે, તો આપે મારો નિભાવ કરવો જોઈએ.' રાજા કહે “એ કાંઈ હું બંધાયેલો નથી.' વિધવા કહે, “એમ ? તો તો મારા પતિને મેં તો સ્વામિ કરવામાં થાપ નથી ખાધી કેમકે માલિકને વફાદાર એવા જ મેં સ્વામિ કર્યા, પરંતુ મારા પતિએ આપને સ્વામિ કરવામાં તો થાપ જ ખાધી.” 30 - તરંગવતી