________________ છે, પાળવા યોગ્ય નહિ, પાળવા યોગ્ય તો દર્શન-જ્ઞાન-ચારિત્ર જ. આમ માનવામાં સમ્યક્ત્વ છે. આનાથી ઊંધું માનવામાં તો મિથ્યાત્વ આવે, આમ પહેલું તો સમ્યગ્દર્શન જ ન રહે, પછી માતાપિતાની સેવામાં પડ્યા રહ્યું સમ્યજ્ઞાન-ચારિત્રની આરાધના કરવાની વાતે ય ક્યાં રહે ?" પમદેવની દૃષ્ટિ મોક્ષ તરફ અને મોક્ષમાર્ગની આરાધના તરફ બંધાઈ ગઈ છે, એટલે હવે જો માતા-પિતાના સામે જોવા જાય, એમના પરના સ્નેહના બંધને બંધાયો એમને સાચવવા તરફ દષ્ટિ લઈ જાય, તો એને લાગે છે કે એમાં મોક્ષમાર્ગ-ચારિત્રની આરાધના ચૂકી જવાય,' તેથી એ કહી રહ્યો છે કે “માતાપિતા તો મોક્ષમાર્ગની આરાધનામાં ન જવા દેનાર બેડરૂપ છે.' ત્યારે એના પિતા ધનદેવ કહે છે, “ભાઈ ! અહીં જનમ પામ્યા એટલે માતા પિતાના સંબંધ થયા, એ હિસાબે વ્યવહારથી એ જનમના સંબંધ પાર તો પાડવા જ જોઈએ ને ?" પમદેવ ઉત્તર કરે છે, “તમે સાર્થનો દાખલો વિચારો, જનમના સંબંધ પાર પાડવા જોઈએ ? : સાર્થના દૃષ્ટાંતે વૈરાગ્ય : એ કહે છે, “જુઓ, જેમ કોઈ મોટા નગરે કોઈ સાર્થ (જનસમૂહ) જતો હોય, તો એમાં ગામ-ગામથી નવનવા લોકો જોડાય છે, અને વચમાં વચમાં પોતપોતાનું ઇષ્ટ ગામ આવતું જાય તેમ તેમ સાર્થમાંથી છૂટા પડી ત્યાં પહોંચી જાય છે; ત્યાં પછી એ જોવા નથી બેસતા કે “સાર્થમાં બીજા સાથે છે એમને મૂકીને કેમ જવાય ?' એ તો છૂટા પડીને જાય જ છે; તેમ સાર્થમાંથી કોણ ક્યારે જાય? ક્યારે છૂટા પડી ક્યાં જાય? એનો કોઈ નિયમ પણ નથી રહેતો. એમ આ આપણો જનમ એટલે એક સાર્થરૂપી કુટુંબમાં ભળ્યા જેવો જનમ છે. એ કુટુંબમાં કોણ ક્યાંથી આવ્યું, એનું ય કશું બંધારણ નહિ; તેમજ અહીંથી કોણ ક્યારે ને ક્યાં જવા માટે છૂટું પડે, એનો ય નિયમ નહિ. દરેક પોતપોતાના સ્વતંત્ર કર્મના હિસાબે ક્યાંકથી આગમન અને ક્યાંક ગમન કરે છે. વળી જેમ સાર્થમાં, કોઈના કોઈક ગામેથી જોડાતાં એને ગામના કે કુટુંબના કોઈનો ય સથવારો નહિ, કોઈ સાથે નહિ, એકલો જ જોડાઈ જાય છે, ને પછી સાર્થમાંથી નીકળી પોતાના ઈષ્ટ ગામે જતાં ય સાર્થમાંથી કોઈનોય સથવારો નહિ. કંઈ જ એની સાથે જાય નહિ, એકલો નીકળી જાય. આમ જેમ સાર્થમાં આગમન-ગમન દરેકનું સ્વતંત્ર; એમ આ જનમમાં આગમનગમનમાં કોઈનો ય સથવારો નહિ. સાર્થ તુલ્ય અહીંના કુટુંબમાં આવવાનું ય 35 2 - તરંગવતી