________________ એકલે પંડે, અને કુટુંબમાંથી જવાનું ય એકલે પંડે. સગાસ્નેહી સાથે ઘણાય સ્નેહ કર્યા હોય, પરંતુ જવાનું થાય ત્યારે જાણે કશી ઓળખ જ નથી. તે કોઈ “એટલા માટે કે કલેજું ઠેકાણે છે કે “મારે માત્ર રોઈ લેવાનું; પછી ભલે મરનાર મર્યા પછી પોતાના કર્મના વિપાકના હિસાબે એ કોણ જાણે ક્યાંય દુ:ખમાં સડતો હોય તો પણ મારે સંસારનાં સુખોને ધક્કો નથી પહોચાડવાનો.” ત્યારે મરનારને પણ અહીંના બધા હક મૂકીને જવું પડે છે, ત્યાં માબાપ કે બીજા શા કામ લાગ્યા ? પદ્મદેવ કહે છે “મહાનુભાવ આ બધું સૂચવે છે કે સાંસારિક રાગના આ બધા નાટક ખોટા છે. માટે જો કાળઝાળ સંસાર દાવાનળથી છૂટવું હોય, તો આ જ માર્ગ હોય કે સાંસારિક સગા અને સાંસારિક પદાર્થોનો રાગ છોડાય. એ રાગ તો જ છૂટે કે એનો સંગ યાને સંબંધ જ છોડી દેવાય. વસ્તુનો સંગ છૂટે તો જ રાગ છૂટે. પદ્મદેવ મુનિ બનેલા તે પિતાના માતા પિતાના પ્રેમને આમ તરછોડી ન જવાય' એવા વચન પર આ જવાબ કેટલો ઉમદા દઈ રહ્યા છે ! કે માતા-પિતા એ તો સંસારમાં જકડી રાખનાર બેડી છે. એમના રાગમાં જકડાયો જીવ તારણહાર ચારિત્રમાર્ગ નથી અપનાવી શકતો, અને ચારિત્ર વિના તો મોક્ષ ક્યાં મળે એવો જ છે ? ઊલટું એમના રાગના બંધનમાં જીવ એવા પાપો કરે છે કે એક દિ “એમનાથી છૂટા પડતાં એ ઉપાર્જેલ પોતપોતાના પાપોના હિસાબે સંસારની વિવિધ ગતિઓમાં જીવોને ભટકતા રહેવું પડે છે.” જો આ ભવભ્રમણ ન જોઈતું હોય તો 'अवरागो मुक्तिमग्गो जाव आउ पडिच्छेओ' અર્થાત્ જયાં સુધી આયુષ્યનો પૂર્ણ છેદ ન થાય, આયુષ્ય હાથમાં હોય, ત્યાં સુધી માનવ કર્તવ્ય આ છે કે સંસારના માતાપિતાદિ સગા વહાલા અને સાંસારિક વિષયો પરના રાગનો ક્ષય કરતા ચાલવું; એ મોક્ષમાર્ગ છે. એટલે જ ચારિત્રમાર્ગ લીધા પછી પણ ખૂબ જ ખૂબ જતના સાવધાની રાખવાની છે કે ક્યાંક પૌદગલિક પદાર્થ પર આકર્ષણ-આસક્તિ ન થઈ જાય, ! યાવતુ..પોતાના અહંન્દુ પર પણ આસક્તિ ન થવી જોઈએ. એટલે જ પધદેવ મુનિ કહે છે. “ચારિત્ર લીધા પછી પણ ક્યાંય કર્મ ! તારી ગતિ ન્યારી 353