________________ પરવશ બનવું પડ્યું ! ને પરલોકમાં તો નરકાદિ દુઃખો પારાવાર સરજાય છે ! સારાંશ, કોશેટાનો જીવ તંતુઓથી પોતાની જાતને જ બાંધે છે, એમ મોહથી મોહિત મતિવાળો પુરુષ સ્ત્રીની કાયાના મોહથી પોતાના આત્માને રાગ-દ્વેષથી જકડે છે, ને પછી પોતાના આત્માને 84 લાખની વિવિધ યોનિમય આ સંસાર-અટવીમાં ભ્રમણ કરાવ્યા કરે છે. માટે સ્ત્રી એ બહુ સુખ માટે નહિ, પણ બહુ બહુ દુઃખ માટે નીવડે છે. પાદેવના સ્ત્રી તત્ત્વના અંગેના આ નિરૂપણથી હવે પિતા ધનદેવને કાંઈ બોલવાનું રહે ? “ના, ના, સ્ત્રીતત્ત્વ ગમે તેવું ? પણ હમણાં તો તમે એના ભોગસુખો ભોગવી લો” એવો આગ્રહ ધર્માત્મા ધનદેવ હવે કહી શકે ? ત્યારે હજી પમદેવને સંસારમાં રોકવા પિતા ધનદેવ નવો મુદ્દો રજૂ કરે છે. પિતાનો પુત્રને ખેંચવા નવો મુદ્દો : ‘ભાઈ ખેર ! સ્ત્રી માટે અમારો આગ્રહ મૂકી દઈએ છીએ, પરંતુ તમારે માતા પિતાની સામે તો જોવું જોઈએ કે નહિ ? તમારા પર અમે પ્રેમથી ઝૂરી મરીએ, અને તમે અમને એકાએક તરછોડી ચાલ્યા જાઓ ?' જવાબમાં “માતા પિતા મોક્ષ માર્ગ રુંધે' પદ્મદેવ એનો જવાબ કહે છે “માફ કરજો, જ્ઞાનીઓ કહે છે, માતાપિતા એ મોક્ષમાર્ગે ચાલવા આડે પગે બેડીઓ છે. જીવ એમના સ્નેહના બંધનમાં જકડાયો એમનું મન સાચવવા બેસે, એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના ન કરી શકે. માતાપિતાનું મન સાચવવા પહેલું તો આ જ કરવું પડે કે એ જે બોલ બોલે એમાં હા જી હા કરવી પડે; અને સંસારી માતાપિતાના બોલ કેવો હોય ? મોહના ઘરના. જેવા કે, એ કહેશે “ભાઈ ! માતાપિતાને તો જિંદગી સુધી પાળવા જ જોઈએ ને ?" શું ? “મોક્ષમાર્ગ સંયમમાર્ગ એ કાંઈ જિંદગી સુધી પાળવા જેવો નહિ ! માતપિતા જિંદગી સુધી પાળવા જેવા !' આ બોલ કેવી માન્યતા ઉપરના ગણાય? શું આ માન્યતા સમ્યક્ત્વના ઘરની ? કે મિથ્યાત્વના ઘરની ? સમ્યક્ત્વના ઘરની માન્યતામાં હિંસાદિ પાપો, ક્રોધાદિ કષાયો, ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે રાગ-દ્વેષ-મોહ એ બધા આશ્રવો કહેવાય, અને “આશ્રવઃ સર્વથા હેયર, ઉપાદેયશ્ચ સંવરઃ'. ' અર્થાત આશ્રવ એ સર્વથા ત્યાજ્ય છે, છોડવા જેવા છે, આચરવા જેવા નહિ. તો માતાપિતા પણ એક વિષય છે, રાગનો, મોહનો વિષય; એ જિંદગી સુધી પાળવા જેવા કેમ મનાય ? એ તો સર્વથા ત્યાજય છે. ત્યાગ કરવા યોગ્ય કર્મ ! તારી ગતિ ન્યારી 351