________________ સુખશાંતિ મળે જ નહીં ! આવા સંસારથી અમે થાકેલા છીએ, માટે ભગવન્! અમે આપની નિશ્રામાં જિનવચનથી ભાષિત મોક્ષમાર્ગે ચાલીએ. ને વિવિધ તપ-નિયમનું ભાતું વાપરતાં વાપરતાં મોક્ષ તરફ ઝડપી પ્રયાણથી આગળ વધીએ, એમ ઇચ્છીએ છીએ.” અમારી આ માગણી સાંભળીને મહાત્મા કહે છે, “ભાગ્યવાન ! તમોએ બહુ સારો વિચાર કર્યો. જિનેશ્વર ભગવાન કહે છે, કે જે અહિંસા-સત્ય-શીલ-બ્રહ્મચર્ય આદિ વ્રતો સદાચારો અને સંયમની સાધના કરે છે, એ સંસારના સર્વ દુઃખોથી મુક્ત થાય છે. “અગર આટલે ઊંચે આર્ય માનવભવે ચડ્યા પછી પણ જો સેંકડો અધમ ભવોની પરંપરામાં અધઃપતન પામી ફસાઈ મરવાનું ઇચ્છતા ન હો, તો પાપકર્મોને સદંતર તિલાંજલિ આપી દો, અને ધર્મ-કર્મમાં ભગીરથ પુરુષાર્થ કરો. "नज्जइ धुवं तु मरणं, न नज्जइ होहिती कया तं ति / जाव जीवियं न जायइ, ताव वरं मे कओ धम्मो // " અર્થાત્ મૃત્યુ નિશ્ચિત્ત છે એ સમજાય છે. પરંતુ એ નથી સમજાતું કે એ ક્યારે થશે ? માટે જ્યાં સુધી જીવિત હાથમાંથી જાય નહિ ત્યાંસુધીમાં તમારે ધર્મ કરી લેવો શ્રેયસ્કર છે.” પ્ર.- તરંગવતી અને પમદેવને ચોરપલ્લીમાં દુ:ખનો અનુભવ તો થયેલો, પરંતુ ત્યાં સંસાર પર આટલો વૈરાગ્ય ન ઊછળ્યો તે અહીં કેમ ઊછળ્યો ? ચોરપલ્લીમાંથી છૂટવા છતાં વૈરાગ્ય નહિ ! ને અહીં કેમ વૈરાગ્ય? : ઉ.- કારણ એ હતું કે પોતાના દુઃખ કરતાં અહીં આ મુનિએ પોતાની જે હકીકત કહી, એમાં પૂર્વ ભવથી બધું જાણવા મળ્યું કે ગતભવના પારધીપણામાં પણ પોતાના હાથે હણાઈ ગયેલા નિર્દોષ પંખેરાની ચિતામાં પશ્ચાત્તાપથી જાતે પડીને બળી મરવાનું,...તેમજ આ ભવમાં પણ વ્યસનના છંદથી ચોર બનેલાએ પલ્લીમાં કેદ લાવેલ તરંગવતીના મુખે પૂર્વ ભવ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન થયું. ને જ્ઞાન થવાથી બંનેને છોડાવ્યા પછી હવે ચોર-જીવન નહિ સંસારી શાહુકાર-જીવન પણ નહિ, કિન્તુ સીધું સાધુ-જીવન જ લઈ લીધું ! ઉપદેશક મુનિ અંગેની આ બધી વિગત જાણવા મળી, એ તરંગવતીપદ્મદેવ માટે હૈયાને ચોંકાવનારી અને આંચકો આપનારી હતી ! પોતાના ધર્મીપણાને શરમ લગાડનારી હતી ! કે પૂર્વના પંખેરાના ભાવમાં ઘોર દુઃખ કર્મ ! તારી ગતિ ન્યારી 333