________________ અને આ ભવમાં ચોરપલ્લીમાં ફસામણના ભયંકર દુઃખ જોયા પછી પણ એવો ગોઝારો સંસાર છોડવાનું મન ન થયું ! તે પલ્લીમાંથી કપાઈ મરવામાંથી છૂટવા મળ્યા પછી પણ વિષયોનાં ઠીકરાં ચાટવાનું મન થયું ! ધિક્કાર છે અમને કે પારધીમાંથી ચોર અને ચોરપણામાંથી સાધુ બની જનારને નજરે નિહાળવા છતાં અમને સાધુ થવાનું મન ન થયું ? આમ મુનિના જીવનનાં મળેલા શ્રવણે બંનેના હૈયાને જોરદાર ધક્કો લાગી ગયો ! ધક્કો તે એવો જોરદાર કે ત્યાં જ ઊઠીને ચારિત્ર લેવાનો નિર્ધાર કરે છે ! તે પણ હવે ઘરે પણ કહેવા કરવા જવું નથી, અને સાધુ-દીક્ષા આપો’ એ માટે વિનતિ કરે છે. તમારે હૈયાને આવો કોઈ ધક્કો ? સંસારી હૈયાને ધક્કો ક્યાં લાગે ? : દશરથ : રાજા દશરથને કંચુકીનું ઘડપણ જોઈ ધક્કો લાગી ગયો. બન્યું એવું કે રાજા દશરથે જિનેન્દ્ર-ભક્તિનો સ્નાત્ર-મહોત્સવ ઊજવ્યો, પછી સ્નાત્ર-~વણજળ નોકરો દ્વારા રાણીઓને મોકલ્યું. તે બીજી રાણીઓને હવણ જળ જલદીથી પહોંચી ગયું, ત્યારે કૌશલ્યા રાણીને જલદી પહોંચ્યું નહિ, તેથી એના મનને લાગ્યું કે “મહારાજાએ મને સ્નાત્રજળ નહિ, ને બીજી રાણીઓને સ્નાત્ર-જળ મોકલ્યું. એ બીજી રાણીઓ પર પક્ષપાત કર્યો, એ બતાવે છે કે હું મોટી રાણી ઉંમરે વધી ગઈ એટલે મહારાજાને અણમાનિતી થઈ ગઈ છું.” તેથી એ તરત રીસ-ઘરમાં બેસી ગઈ. માણસને ઇર્ષ્યા કેવી સતાવે છે ! નહિતર અહીં શી મોટી વાત હતી કે આટલામાં રીસ ચડી જાય ? ખરી રીતે અહીં વિચારવું આ જોઈતું હતું કે હું મોટી ને મહારાજાએ મારી પ્રત્યે કેટલીય વાર પ્રેમના વર્તાવ કર્યા જ છે; તો હવે આ બીજી નાની રાણીઓ પાછળથી પરણેલી એમને પ્રેમના ઓછા વર્તાવ મળ્યા છે, તેથી એમને ભલે આ વખતે પ્રેમથી સ્નાત્ર-જળ મોકલ્યું, તો એ મારી બેનો છે, એમને મોકલ્યું એટલે મને જ મોકલ્યું છે. મોહની વિચિત્ર પરિણતિ છે. ખેર ! મહારાજા દશરથને દાસીઓએ ખબર આપી કે “મહારાણીને રીસ ચડી લાગે છે.' મહારાજા દોડતા આવ્યા, કૌશલ્યાને રીસનું કારણ પૂછે છે, તો એણે કહ્યું કે “તમને બીજી રાણીઓ વહાલી, ને હું અણમોનિતી, તેથી બીજી રાણીઓને સ્નાત્રજળ મોકલ્યું, ને મને ન મોકલ્યું ? 334 - તરંગવતી