________________ તરંગવતી પર મુનિવાણીની અસર : તરંગવતી સાધ્વી શેઠાણીને કહી રહી છે, કે “એ પ્રમાણે એ મુનિનું જીવન અને ઉપદેશ સાંભળીને અમે જે દુ:ખ ચોરપલ્લીમાં અનુભવેલું, તે યાદ આવતાં અમને કંપારો થઈ ગયો ! અને અમે બન્ને એક બીજા સામે જોવા લાગ્યા. અમને લાગ્યું કે “અમને ચોરપલ્લીમાંથી જે કૂરકર્મ કરનાર માણસને દયા આવવાથી એણે અમને પલ્લીમાંથી ગુપ્ત રીતે છોડાવેલા, તે જ આ પછીથી સંયમી મુનિ બનેલા છે ! આવા એક વખતના કૂરકર્મી પણ જો પ્રભુના શાસનના આવા ઉત્તમ સંયમમાર્ગને સ્વીકારે તો પછી અમારે તો સંયમ સિવાય બીજું શું કરવાનું હોય ? એમાં પણ જોરદાર તપશ્ચર્યા જ કર્યે જવાની હોય, જેથી અમારા ભવના દુ:ખ ભાંગે. આ જ જીવનના એ પૂર્વેના દુઃખો સાંભર્યા, ને અમને કામ-ભોગ ઉપર નફરત છૂટી ! અમે અત્યંત વૈરાગ્યથી વાસિત થઈ ગયા, અને એ સંયમ-સમાધિના ભંડાર સમા તે શ્રમણ ભગવંતના પગમાં પડી ગયા, નમસ્કાર કરીને અમને લાગ્યું કે હવે જાણે અમને નવા જ બનેલા અતિ નિકટના સગા મળ્યા ! એમને અમે કહ્યું, પૂર્વની ઓળખ કરાવે છે : “પ્રભુ ! જે આપે પૂર્વભવમાં ચક્રવાકચક્રવાકીના જોડલાના અકાળ મૃત્યુમાં નિમિત્ત બનેલા, તે ચક્રવાક-ચક્રવાકી અમે જ હતા અને આ જનમમાં ચોર-પલ્લીમાંથી આપે જે સ્ત્રી-પુરુષના યુગલને પલ્લીમાંથી બહાર લઈ આવેલા, અને જંગલમાંથી પસાર કરી ઠેઠ એક ગામના નાકે લાવી મૂકેલા, તે પણ અમે જ હતા ! અને એ જ અમે બન્ને આજે આપની સામે ઊભા છીએ. ભગવંત ! તમે તો અમને જીવતદાન આપ્યું નહિતર ચોર પલ્લીમાં દેવીના બલિદાનમાં હોમાઈ જવાના હતા, તે તમે અમને જીવંત રાખ્યા ! આ તમારા પરમ ઉપકારનો બદલો વળે એમ નથી; પરંતુ એ જ રીતે હવે, સંયમ કેમ માગે છે ? : આપ અમને સંસારના સમસ્ત દુઃખોનો અંત આવે એવા માર્ગે ચડાવી દો. હવે તો અમે સંસારવાસથી બી ગયા છીએ; કેમકે સંસારમાં જનમ અનિત્ય જ હોય છે. ક્યાંય કાયમી સ્થિરતા મળતી જ નથી. એટલે ઊંચા પર્વત પરથી ગબડેલો ગોળો વચમાં ક્યાંય સ્થિર ન ટકે, પરંતુ ગબડ ગબડ કરતો નીચે નીચે ગબડ્યા જ કરે, એમ જીવને સંસારમાં એક જનમથી બીજા જનમમાં ભટક્યા કરવાનું થાય. વળી પાછું એમાં ક્યાંય 332 - તરંગવતી