________________ આ “દષ્ટિવાદ 12 મા અંગ આગમમાં એક વિભાગ "14 પૂર્વ' નામના શાસ્ત્રોનો છે. આ “પૂર્વ શાસ્ત્રો એ મોટા દરિયા જેવા વિશાળ હોય છે. દા.ત. 14 પૂર્વોમાનું પહેલા પૂર્વમાં જ એટલા બધા સૂત્રો છે કે એને પાના પર લખવા હોય તો લખવા માટે 1 હાથી પ્રમાણ ઊંડા ખાડામાં જેટલી મપી (શાહીની ભૂકી) સમાય એટલી કુલ મલીની બનાવેલ શાહી જોઈએ ! ત્યારે પહેલું જ પૂર્વ કેટલું મોટું જંગી પૂર્વ ? પછી ઉત્તરોત્તર ૨જં-૩જું-૪થું...વગેરે પૂર્વ લખવા માટે ડબલ ડબલ હાથી પ્રમાણ ખાડાઓની મષી જોઈએ ! દા.ત. રજું પૂર્વ લખવા 2 હાથી-પ્રમાણ, ત્રીજું લખવા 4 હાથી પ્રમાણ...એમ ઉત્તરોત્તર બમણાં બમણાં થતાં ૧૪મું પૂર્વ લખવા 8192 હાથીના ખાડા પ્રમાણ મષી જોઈએ ! કુલ 16383 હાથી-પ્રમાણ મશીથી ચૌદ પૂર્વ લખાય ! આ હિસાબે ‘પૂર્વ' નામના શાસ્ત્રોમાં સૂત્રો કેટલા ! આ બધા કાંઈ લખેલા ન મળે; પણ ગુરુના મુખેથી સાંભળી-સમજી મુખપાઠ કરવા પડે.” | મુનિ કહે છે, "12 વર્ષમાં ગુરુની કૃપાથી આ ચૌદમાંના નવ પૂર્વોનું જ્ઞાન મને મળ્યું.” સંયમનો રંગ કેમ લાગે? : આવા દરિયા જેવડા સુંદર શાસ્ત્ર-અધ્યયન સાથે સંયમનું પાલન કરતાં કરતાં મારા આત્મામાં સંયમનો એવો રંગ લાગ્યો છે, કે એની આગળ દેવતાઈ સુખ પણ વિસાતમાં લાગતા નથી ! આજે મારી મતિ સંયમથી એવી ભાવિત થઈ ગઈ છે, એવી રંગાઈ ગઈ છે, કે હવે દરેક વિચાર સંયમથી રંગાયેલો જ આવે છે. અહો ! જિનશાસનનો ને શાસનના સંયમનો કેટલો બધો ઉપકાર ! કે અનંત અનંત કાળના અ-સંયમ અર્થાત્ વિષય-કષાયોના કુસંસ્કારથી કલુષિત લાગણીઓ, વિચારો, મનોરથો વગેરેથી મન જે મલિન ને મલિન જ રહેતું, તે બંધ થઈ ગયું; અને બહુ ઉત્તમ પવિત્ર લાગણીઓ અને વિચારો આવ્યા કરે છે ! હું તમને સંયમના રંગથી રંગાયેલી બુદ્ધિના મારા અનુભવથી કહું છું કે તમારે આરાધવા લાયક એક માત્ર જૈન શાસને કહેલો આ સંયમ-માર્ગ જ છે.” એક વખતનો સુવિચારો કરનારો ઉત્તમ કુળવાન પુત્ર પણ પછીથી કુસંગે જુગાર વગેરે વ્યસનમાં ચડી ડાકુ-ધૂર-ચોરપણાનું જીવન બનાવનાર એવા એના અધમાધમ વિચારો અને અધમાધમ કરણી ક્યાં ? અને હવે ઠેઠ નવ પૂર્વના જ્ઞાનથી તેમજ ઉત્તમ સંયમથી રંગાઈ જનાર આ મહામુનિની વિચારધારા ક્યાં? એક જ કર્મ ! તારી ગતિ ન્યારી 331