________________ સ્ત્રીનાં પાપે ! કે જેનો મોહ કમાઈનો બહુ મોટો હિસ્સો પત્ની-પરિવારની પાછળ લગાવવાનું કરાવે છે ! (4) એ પત્ની કર્યા પછી ઘરમાં બેઠો માણસ પત્નીને અને એના અંગપ્રત્યંગને જોતો ખુશી ખુશી થાય છે ! એનાંથી કરાતી સેવા-સરભરા પર ગાંડુત્ર મોહિત બને છે ! આમાં ક્યાંય પરમાત્માને વારંવાર જોવા યાદ કરવા માટે કંઈજ મોહિત થતો નથી. (5) પત્ની અને પરિવારનાં ભવિષ્યમાં ભરણ-પોષણ તથા સુખ-સાહ્યબીવિલાસનો વિચાર આવશે, પરંતુ પોતાને ને કુટુંબને પરલોકમાં રક્ષા અને ધર્મ આરાધનાની સારી સગવડ-સાધન-સામગ્રી વગેરે મળે એનો વિચાર જ નહિ આવે ! માણસનાં મન પર સ્ત્રી પ્રત્યે આટલી જબરદસ્ત મોહિની હોય છે, કે એનાથી મોહિત થયેલાને દેવ-ગુરુ-ધર્મનું માથે જાણે કોઈ બંધન જ નથી ! “હું સ્ત્રીને બંધાયેલો, એના પરિવારને બંધાયેલો;' પણ “હું દેવ-ગુરુ-ધર્મને બંધાયેલો,” એવું મન પર નથી ! તારણહાર કોણ ? ને મારણહાર કોણ ? કોઈ જાલિમ અસાધ્ય પીડા, અકસ્માત યા મૃત્યકાળ હૈયાને હૂંફ આશ્વાસન કોણ આપે ? પત્ની કે દેવ-ગુરુધર્મ ? આનો કોઈ વિચાર જ નથી એટલે વાતવાતમાં “અમારા ઘરવાળા” યાદ આવે છે. આગળ ધરાય છે ! અને એની ખાતર કેટલી બધી ય ધર્મતક ગુમાવાય છે ! જયાં હું પત્નીને બંધાયેલો છું' એવો ભાર મન પર રહે છે, ત્યારે આવા ઉત્તમ જૈન માનવભવમાં પણ દેવ-ગુરુ-ધર્મની ઊંચી કોટિની જૈનધર્મ પામ્યો છતાં પત્નીની પાછળ બધી જાતનાં પાપ કરવા તૈયાર છે ! પરંતુ પોતાનાં ભવિષ્યના અનંતકાળનાં આત્મહિત માટે થોડી પણ ધર્મસાધના કરતો રહેવાનું એના મન પર નથી ! તરંગવતી-યુગલને મુનિ પોતાની આત્મકથામાં પોતાને હવે થયેલી પોતાની આ ભાવના બતાવી રહ્યા છે કે “મને સ્ત્રી એ ધરખમ પાપોના જેલખાનાનાં અપકૃત્યો કરાવનારી કોઈ અનન્ય બેડી સમાન લાગી ! તેથી જ “એ બેડીને એ બેડી-બંધનમાંથી બહાર નીકળી ગયા પછી પણ હવે મનમાં પણ એ પ્રેમ કર્મ ! તારી ગતિ ન્યારી 327