________________ બંધનોનો કોઈ અંશ પણ રાખવાનો નહિ; નહિતર એ મહા લપસણું સ્થાન છે. માણસને જ્યારે અંતરમાં પ્રકાશ લાધી જાય છે, અને એ અંધકારને ફગાવી દે છે, પછી જીવનમાં અવનવો પલટો આવી આત્માનાં દેદાર એવા ફરી જાય છે કે પૂર્વની સ્થિતિ જોતાં એ કલ્પનામાં ન આવે કે “હું કેવો? અને અત્યારે આ પરિવર્તન ?' સત્સંગ, તત્ત્વ પ્રકાશ, અને પુરુષાર્થની બલિહારી છે કે જીવનમાં અસાધારણ આત્મોન્નતિ કરે એવું પરિવર્તન આવી ગયું. પેલા મુનિએ તરંગવતી-પહ્મદેવને આવી જ વાત કરી કે “મારો ચોરખુની-ડાકુના જીવનમાંથી પલટો આવી ગયો ! ને હું મુનિ બની ગયો. તરંગવતી પૂછે છે, “આપ મુનિ કેવી રીતે ને ક્યારે બની ગયા? એ કૃપા કરી બતાવો. ત્યારે મુનિ કહે છે, “જુઓ એ દંપતીને જંગલ વટાવી ગામની નજીકમાં છોડી દઈ, મારે કાંઈ હવે પલ્લીમાં તો જવું નહોતું, અને હવે મને આ સંસાર પર વૈરાગ્ય પણ જાગી ગયો હતો, તેથી “હવે કોઈ યોગી મહાત્માનો સત્સંગ મળે તો સારું,” આ આશામાં ચોરને પુરિમતાલ ઉદ્યાનમાં : ઋષભદેવ પ્રભુને કેવળજ્ઞાનનું વડવૃક્ષ : હું ઉત્તર દિશા તરફ ચાલ્યો, એમાં આગળ ચાલતાં પુરિમતાલ નામના ઉદ્યાનમાં પહોંચ્યો. ત્યાં એક વિશાળ સુંદર મંદિર હતું, જેમાં સો તો ભવ્ય થાંભલા હશે ! એની પાસે માં ઊંચું વડનું ઝાડ હતું, મેં ત્યાં પ્રદક્ષિણા દઈને ત્યાંના લોકોને પૂછ્યું કે, “આ ક્યા ભગવાનનું દેવળ છે ? અને આટલી બધી એમની ભવ્ય પૂજા થઈ રહી છે. આવું તો મેં પૂર્વે ક્યાંય કદી દેખ્યું નથી.' ત્યારે એણે મને કહ્યું કે “આ ભરતક્ષેત્રમાં પહેલા ભગવાન ઋષભદેવ થયા. એ સંયમ-સાધના કરતાં કરતાં આ વડના ઝાડની નીચે આવી ધ્યાનમાં રહેલા ! ત્યારે એમને અનંતજ્ઞાન-અનંતદર્શન ઉત્પન્ન થયેલું ! એટલે આ વડની પાસે પ્રભુનો મહિમા કરવા માટે આ સુંદર મંદિર બંધાવવામાં આવ્યું છે, અને દેવ દાનવથી પૂજાયેલા એ ભગવાનના મહિમાને યાદ કરી કરી લોકો આ વડને અને મંદિરને પૂજવા માટે આવે છે.” ઋષભદેવ ભગવાનનો કેટલો બધો મહિમા ? અસંખ્ય વર્ષના વહાણા વીત્યા છતાં એ પ્રભુના કેવળજ્ઞાન સ્થળના સંભારણારૂપે વડ ઊભો છે. ભવી જીવને એ સ્થળનું દર્શન પણ શુભ ભાવ ઊભો કરે છે ! મૂર્તિ-પૂજનનો 328 - તરંગવતી