________________ તેમ કરીને ય પરણેલાને પાળવાના;” તે જિંદગીના છેડા સુધી પાળવાનો ભાર ! એનું મનને ભારે બંધન ! પરંતુ “હું ઉત્તમ મનુષ્યભવ તથા જિનશાસન અને દેવગુરુને વરેલો, માટે મારે એ દેવ-ગુરુ તથા જિનશાસનની આરાધના જરૂર પડ્યે ભૂખ્યા રહીને અને કષ્ટ વેઠીને પણ આ જિદગીના છેડા સુધી કર્યે જ જવાની.” આ બંધન હૈયા પર નથી હોતું, તેથી જ દેવ-ગુરુ-ધર્મને ભૂલીને પત્ની અને એના પરિવારને સંભાળવાનો અહર્નિશ ખ્યાલ અને એનું જ જીવન રહે છે ! પરંતુ એ જેલખાનાના બંધન જેવા પત્ની અને એના પરિવારને ભૂલીને દેવ-ગુરુ-ધર્મની આરાધના કરવાનો ભાવ મન પર નથી લેતો ! જો માંડ માંડ મળેલા આવા અતિ દુર્લભ જૈન માનવભવમાં પણ આ ખ્યાલ ન આવે કે “મારી પરણી બેસવાની ભૂલથી હું આ માયાનાં અને પાપોનાં ખોટા બંધનોમાં પડેલો છું,' તો પછી જીવનો ઉદ્ધાર ક્યાં ? અને ક્યારે ? કમનસીબી તો એ છે કે સ્ત્રી એ જેલખાનું છે, અને એની તથા એના પરિવારની, જિંદગીના છેવાડા સુધી પાપાચરણો કરી કરીને, સંભાળ કરવાની એ બધી પ્રવૃત્તિમાં જેલખાનાની જેલરથી બળાત્કાર કરાવાતી ગુલામીની પ્રવૃત્તિઓ જેવી છે, આ જ મનમાં ઊતરતું નથી ! પછી સમકિત ક્યાં પામવાનું? જુઓ જગતમાં સ્ત્રીની પાછળ માણસોએ કેવાં કેવાં ભયંકર અપકૃત્યો નથી કર્યા ? અને ક્યાં જીવનભર પાપ-જીવનો નથી ચલાવ્યા ? પત્નીના પાપે કેવાં કેવાં અપકૃત્ય ? : (1) મહાઉપકારી મા-બાપથી છોકરો જુઆરું કરે છે, એ કોના પાપ ? કહો, પત્નીનાં જ પાપે. (2) કુંવારા સારી રીતે સલાહ-સંપથી રહેનારા સગા ભાઈઓ પછીથી જદા પડી અલગ ઘર માંડી એક બીજાને આર્થિક સહકાર પણ ન આપે એવા બને છે, એ કોના પાપે ? ભાઈઓને પોતાને તો પરસ્પર કોઈ ખટરાગ ઊભો થયો નથી હોતો; છતાં હવે પરસ્પરને અલગ અલગ ઘર માંડવાની તથા અલગ વેપાર કરવાની ને અલગ મૂડી કરવાની જરૂર લાગે છે તે માત્ર સ્ત્રીનાં જ પાપે ને ? (3) ત્યારે માણસ સારું કમાયા પછી એમાંથી મોટો હિસ્સો દેવગરનાં ચરણે ધરી દઉં' એ વિચાર નથી આવતો એ કોનાં પાપે ! કહો, એ જ પત્ની - તરંગવતી 326