________________ સંસારમાંથી છોડાવવાનાં વિચારોમાં ચડી જાય છે ! તે પણ માત્ર વિચારથી માંડવાળ ન કરી, કિન્તુ હવે તો એવાં પાપ ભરેલા સંસારમાંથી છૂટી જવાની તૈયારી રાખી. ક્યાં એનું ચોરપલ્લીમાંનું ક્રૂર જીવન ? અને હવે કેટલા ઊંચા વિચારમાં ચડે છે ! શું માણસ આટલો બધો ફરી જાય ? હા, કેમકે અહીં તરંગવતી-પદ્મદેવનું પૂર્વ જન્મ તથા આ જન્મનું જે સાંભળ્યું અને જોયું છે, તેમજ પોતાના પૂર્વભવ તથા આ ભવનું જે અનુભવ્યું છે એ બધી હકીકત જ આ ફેરફાર કરી રહી છે. મુનિ અહીં પોતાની એ ભાવના તરંગવતી આગળ બતાવી રહ્યા છે કે “ધન્ય છે તે ભવ્યાત્માઓને જે, સ્ત્રીની બેડીમાંથી, સ્ત્રી જાતના કેદખાનામાંથી, પોતાની જાતને બહાર કાઢી પ્રેમનાં અને રાગનાં બધા જ બંધનથી મુક્ત થાય છે !' અહીં જોવા જેવું છે કે એક વખતનો ગુણવાન માણસ જુગાર વગેરેનાં વ્યસને ચડી ક્રૂર કર્મ કરનારો ઘાતકી ચોર બનેલો, અને એવા જ ચોરોની પલ્લીમાં દાખલ થઈ ક્રૂર કર્મ કરનારો બનેલો, તે હવે જ્યારે પલટો પામે છે, ત્યારે કેટલો જબરજસ્ત પલટો પામે છે ! અને પૂર્વના સારા કુળ-સંસ્કારની રુએ શુભભાવનામાં કેટલે ઊંચે ચડે છે ! આમાં હવે ઘરે ન જવા માટે પહેલી વાત આ મન પર લીધી, કે મન પર કયો ભાર ? : સ્ત્રી એટલે ? : આ જગતમાં સ્ત્રીઓ એ બેડી છે, કેદખાનું છે. સ્ત્રીમાં મોહ્યા-ફસાયા એટલે સમજી રાખવાનું કે એ બેડીની રૂએ ભગવાનને અને ગુરુને તથા ધર્મને વિસારી દઈ બધી જાતનાં પાપ કરવા પડશે. જગતનાં જીવોને સાન-ભાન ભૂલાવનારી આ સ્ત્રીતત્ત્વ એ કેવી ખતરનાક મોહિની ! આજે દુનિયા સામે જુઓ તો દેખાય છે કે માણસો “પોતે પરણેલા છે' એ ભાર જ મુખ્યપણે પોતાનાં માથે રાખતા હોય છે; પરંતુ નહીં કે “પોતે માંડ માંડ નરક-નિગોદ આદિ દુર્ગતિઓમાંથી છૂટીને મોક્ષ પમાડી શકવા સમર્થ એવાં ઊંચા મનુષ્ય-જન્મ સુધી આવેલો છે! અને એમાં ભાગ્ય યોગે ઠેઠ જિનશાસનને વરેલા છે !" આ ભાર મન પર નહિ ? પણ “હું પરણેલો એટલે મારે પત્ની વગેરે બધાનું જોવાનું. કદાચ નબળા ભાગ્યે મારે ભૂખ્યું પણ રહેવું પડે, અને પાર વિનાનાં કષ્ટ સહવા પડે, તો કર્મ ! તારી ગતિ ન્યારી 32 5