________________ ધર્મસાધના નથી અને છતાં પણ એ જીવન પછીના ભવમાં એને સારો મનુષ્ય અવતાર કેમ મળ્યો? આ પ્રશ્નના ઉત્તરમાં બે વાત મળે છે, (1) શિકારીના જીવનમાં પણ એના બાપે તેવા તેવા રાગાધીનને, યા આશ્રિત જીવન જીવનારને વગેરેને વિયોગ-કષ્ટ-દુઃખ નહીં આપવાનો કુળધર્મ બતાવ્યો, એજ મોટી વિશેષતા હતી. જીવન શિકારીનું અને બીજાને દુઃખ નહીં આપવું એ નિર્ધાર પણ નાનો સૂનો ધર્મ નથી. પછી ભલે બધાની પ્રત્યે દુઃખ ન આપવાનો વર્તાવ ન કરી શકે, છતાં થોડાને પણ દુઃખ ન આપવું એવી જે બુદ્ધિ છે, તો એ ધર્મની બુદ્ધિ છે. માણસ એક બાજુ ઉપવાસાદિ તપ-સામાયિક-પૂજા...વગેરે ધર્મ કરતો હોય, પરંતુ બીજી બાજુ એવા આશ્રિત કે રાગબદ્ધ જીવોને વિયોગ કરાવી કારમાં સંતાપમાં મૂકતો હોય, એ ભારે મોટી નિધૃણતા-નિર્દયતા-ક્રૂરતા છે. એવા નિર્દય કૂર પરિણામમાં બધાય તપ-જપ-પ્રભુપૂજા વગેરેનાં ધર્મ નિર્માલ્ય બની જાય છે. કિંમત આત્માના પરદ્રોહ-રહિત અને દયામય કોમળ પરિણામની છે. પૂજા-સામાયિક તપશ્ચર્યા કરવા છતાં જો આવા દ્રોહ રહિત કોમળ દયામય પરિણામ આત્મામાં ન જાગે, તો એણે તપશ્ચર્યાદિ ધર્મથી શું મેળવ્યું ? હાથીને કેમ ઉત્તમ મનુષ્યભવ? : મેઘકુમારનો જીવ હાથી બીજો કશો ધર્મ નહોતો પામ્યો, છતાં ખણવા માટે પોતાના ઊંચા કરેલ એક પગ નીચે જગ્યા થવાથી, બાજુમાં ભીચડાઈ રહેલ એક સસલું જીવંત રહેવાના વિશ્વાસે એમાં ગોઠવાઈ ગયું. ત્યાં જીવતો રહેવાના વિશ્વાસે રહેલ સસલાની ઉપર પગ મૂકવામાં એનો વિશ્વાસભંગ થાય, દ્રોહ થાય, તેમજ એ કચરાઈ મરે એમાં એને કારમું દુઃખ થાય. પોતાને તો માત્ર સરખો પગ મૂકી સ્વસ્થ ઊભા રહેવાનું થાય એટલું જ સુખ; અને પગ ન મૂકે એમાં થોડી અસ્વસ્થતા થાય એટલું જ દુઃખ; જયારે પેલા નાના જીવને બિચારાને તો ઠેઠ કચરાઈ મરવા સુધીનું કારણું દુ:ખ ! એ કારમું દુઃખ દેવાના ક્રૂર પરિણામ કેમ જ કરાય ?' આ વિચાર પર હાથીને દયામય કોમળ પરિણામ થયા ! અને પોતે પગ ઊંચો રાખી સસલાને સુખશાંતિમાં રહેવા દીધો, તેમજ પોતાને મરણાંત દુઃખ આવ્યું. તો સસલા પર કચવાટ વિના એ મરણનું દુઃખ સહી લીધું ! એ કેવો ખરેખર ઉચ્ચ ધર્મ સધાયો? તો જ ઊંચો મેઘકુમારનો માનવ અવતાર મળ્યો ને ? એ મહાવીર ભગવાને મેઘકુમારને જે યાદ દેવરાવ્યું કે 32 2 - તરંગવતી