________________ ‘एवं खलु भो मेहा / ताए पाणानुकंपाओ परित्ती कओ ते संसारो / ' ' અર્થાત “હે મેઘકુમાર ! એ રીતે તે જીવ ઉપર દયા કરવાનો મહાન ધર્મ સાધ્યો, એનાથી તે તારા સંસારને મર્યાદિત કરી નાખ્યો !" આમ હાથીનાં જીવનમાં બીજો દેવદર્શન-પૂજા, સામાયિક, ઉપવાસાદિ તપસ્યા વગેરેનો કશો ધર્મ ન હોવા છતાં આ બીજાનાં દુઃખ પર દયામય વિચાર અને એની રક્ષા કરવાનો કોમળ પરિણામ, એ એના માટે મહાન ધર્મ બની ગયો ! ત્યારે જ તો ત્યાંથી સીધો મગધનરેશ શ્રેણિક રાજાને ત્યાં રાજપુત્ર મેઘકુમાર તરીકેનો ભવ્ય મનુષ્ય અવતાર મળે ને ? અને અનંત સંસારનો સંક્ષેપ થઈ જઈ માત્ર ત્રણ ભવમાં એનો સંસાર સીમિત થઈ જાય ને ? મહાન ધર્મ વિના આવા મહાન ઈનામ ન મળે ! પેલો પારધી એવા જ પરદ્રોહ-નિવારણ તથા સંક્લેશ ત્યાગનાં દયામય કોમળ પરિણામ તરફ વળી ગયો; એટલે આર્ય દેશમાં વણિકને ત્યાં સુંદર મનુષ્ય અવતાર પામી ગયો ! અહીં તરંગવતીના શાસ્ત્રકાર લખે છે કે, પારધી જયારે પોતાના નિમિત્તે ચક્રવાક-ચક્રવાકીનાં અતિ દુઃખમય મોત નીપજેલા જોઈને કંપી ઊઠ્યો, અને બળતી ચિંતામાં પોતે ઝંપલાવ્યું, ત્યારે એના દિલમાં પાપનો તીવ્ર પશ્ચાત્તાપ હતો તથા એને પોતાની જાત પર ભારે દુર્ગચ્છા ઊભી થઈ હતી. તેમજ પોતાને ધાર્મિક કુલાચારનો પોતે ભંગ કરવા ઉપર સંતાપ ભારે ઊભો થયેલો. કુલાચાર આ હતો કે “તેવા તીવ્ર રાગવશ યા આશ્રય રહિત બનનારની હિંસાથી આઘા રહી એની દયા પાળવી.' એવા સારા કુળાચાર પર શ્રદ્ધા રહી એથી, એ પોતાનાં પાપનાં પ્રતાપે નરકાદિમાં ન જતાં, સુંદર મનુષ્યઅવતાર પામ્યો ! પાપનાં પશ્ચાત્તાપ અને દયામય કુળધર્મની શ્રદ્ધાનો આ કેટલો બધો પ્રભાવ છે. ચોર કેમ પીગળ્યો ? : હવે અહીં અવતાર તો સારો મળ્યો, પરંતુ એમાં સારા કુળમાં અવતાર મળવા છતાં, અને એમાં સારા સંસ્કાર મળવા છતાં, કુસંગતે જુગારનાં વ્યસનમાં ચડી ગયો, અને એમાં અંતે પલ્લીનો પ્રસિદ્ધ ક્રૂર રક્ષક ચોર બનવા સુધી પહોંચ્યો, અને એમાં એક યુવાન યુવતીને પકડી લાવેલા તેમાં યુવાનને મેં બાંધી ભીંત પર ખીંટીએ ટીંગાવેલો, અત્યારે એ મુનિ બનીને આપણે જોઈ ગયા કે આ પોતાનો અહેવાલ કહી રહ્યો છે કે પછી હું બાજુમાં ચાલ્યો ગયેલો ત્યારે, અહીં યુવતીએ કરુણ આક્રંદ કરવા માંડેલા, ત્યાં બીજા બંદીજનોએ કર્મ ! તારી ગતિ ન્યારી 323