________________ (ર) સંસારની વિચિત્રતાઓ : વિચિત્ર સંસારનું આમાં કેવું અદ્ભુત દર્શન છે? જુઓ, આમાં સંસારની કેટકેટલી વિચિત્રતાઓનાં દર્શન થાય છે ? (1) હાથીને મારવા છોડેલું બાણ ચક્રવાકને લાગે છે ! એમાં નથી પારધીની ધારણા કે “આને મારું,” તેમ નથી પક્ષીની ધારણા કે “હું ઊડતાં આમ મરીશ.” આમ કલ્પના બહારનું બન્યું એ વિચિત્ર ! પારધીના કુળમાં પણ આવા નિયમ કે ‘નિરાધાર થનારને નહિ મારવા, બહુ સુખરતિમાં રહેલ યુગલને નહિ મારવા,...વગેરે ! (3) નિરાધાર થનાર ચક્રવાકીના પ્રિયને માર્યો એ નિયમ ભંગના પ્રાયશ્ચિત્તમાં પારધીનું ચિતામાં બળી મરવું ! (4) તરંગવતી ધર્મિષ્ઠ અને મહાન તત્ત્વ વિદુષી પણ પૂર્વભવનો ચિત્રપટ્ટથી પ્રિય શોધી કાઢતાં, ને પછી બાપે એને ન દેવાના લીધે આપઘાતની તૈયારી ! (5) તરંગવતી પધદેવ બંને ભાગ્યા સુખ લેવા પણ ચોરોની પલ્લીમાં સપડાયા. (6) પલ્લીમાં દેવીને પદ્મદેવનો ભોગ આપવાનું નક્કી થઈ ગયેલ, ત્યાં બીજા બંદીજનોને ઉદેશીને તરંગવતીએ કહેલ આત્મકથા ભીંત ઓઠે એ રક્ષક ચોરના સાંભળવામાં આવે, અને એને જાતિસ્મરણ થાય, ને એમાં વળી પોતે જ પૂર્વનો પારધી નીકળે ! આ કેવી વિચિત્રતા ! (7) ચોરને દયા આવે અને બંનેને કેદમાંથી ભગાડી લઈ જાય ! (8) પારધી આગળ પર પૂર્વધર મહામુનિ થનાર છે ! આ સૂચવે છે કે (1) સંસારના શા ભરોસા? (2) માણસ ગુમાન શું જોઈને રાખે? - પારધીને ઉચ્ચ મનુષ્ય અવતાર કેમ ? : અહીં એક પ્રશ્ન થાય, કે અહીં મુનિએ જે તરંગવતીના પહેલાનાં ચક્રવાકી-પંખેરાનાં અવતારમાં પોતે પારધી થઈને ત્યાં આવેલો અને એણે હાથીના શિકારનાં લક્ષ્ય છોડેલા બાણથી બિચારું ચક્રવાક પક્ષી વિધાઈ ગયું, એના પર જે એને પશ્ચાત્તાપ થયો અને એજ ચક્રવાકના અગ્નિ-સંસ્કારની ચિતામાં જે એણે ઝુકી પડવાનું કર્યું, અને એથી જ પોતે બીજા જન્મમાં રૂડો વણિકનો અવતાર પામ્યો. આમાં એ જોવાનું છે કે જીવનમાં બીજી કોઈ કર્મ ! તારી ગતિ ન્યારી 321