________________ ભવનું સ્મરણ થઈ ગયું ! અને મને ખ્યાલ આવી ગયો કે આજ સ્ત્રી-પુરૂષનાં જોડલાના પૂર્વભવમાં એ જ ચક્રવાક-ચક્રવાકી ! એમાં ચક્રવાકને બાણથી હણનાર પારધી તરીકે હું જ હતો.” એમ પૂર્વ જન્મ સાંભરી આવ્યાથી મને જરાક મૂર્છા આવી ગઈ. પછી મૂર્છા વળી જતાં, હું મારું પૂર્વ ચરિત્ર અને પારધીનાં પણ કુળનો એ કુળધર્મ યાદ કરું છું, ત્યારે મારા હૃદયમાં એ જોડલા પ્રત્યે ભારે કરુણા અને વાત્સલ્ય ઉભરાઈ આવ્યા ! કેમકે એ તરણીનો કહેલો પોતાનો અધિકાર સાંભળીને મને ખાત્રી તો થઈ જ ગઈ કે, મેં હણી નાખેલ ચક્રવાક એ આ જ જોડલાનો પુરુષ, અને મેં ચક્રવાકનાં મડદાને કરેલા અગ્નિ સંસ્કારની ચિતામાં સ્વયં ઝંપલાવી બળી મરેલી ચક્રવાકી, એ જ આ જોડલામાંની સ્ત્રી. આમ હું એ વખતનાં પારધી તરીકે આ બંનેનો મોટો ગુનેગાર જેમ પારધીને અવતારે મારા એ ગુના પર અતિ દુઃખિત થયેલી ચક્રવાકી પર મને દયા આવેલી, તેમ અહીં પણ આ બંને ઉપર મને ભારોભાર દયા ઊભરાઈ ! એટલે મને થયું કે “દેવી આગળ આવા જોડલાનો કાંઈ બલીદાન દેવાઈ પૂર્વનાં મારા પાપનાં પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્તની રૂએ બચાવી લેવા જ જોઈએ, પછી ભલે મારે બળી જવું પડે કે મરી જવું પડે એની પરવા નહીં.” એમ વિચારીને હું બાજુની પડાલીમાંથી આ પડાળીમાં આવ્યો, બીજા બંદીજનોને ‘ભાગો અહીંથી’ એમ હાકોટો કરી ત્યાંથી બીજી પડાલીઓમાં ચાલ્યા જવા હુકમ કર્યો, એટલે બધા ભાગી ગયા. પરંતુ એ લોકો ગભરાતા હશે કે “આ પાપી હવે આ બિચારા જોડલા પર કેવો ય જુલમ કરશે !" પરંતુ એમને બિચારાને ક્યાં ખબર હતી કે અહીં તો જુદું જ થવાનું છે ? એ લોકો ગયા; અને મેં એ જોડલાને મારી કશી જાતિસ્મરણ જ્ઞાનની વાત કર્યા વિના દયાભર્યા હૃદયે મેં એટલું જ કહ્યું કે “તમે ગભરાશો નહીં; હું તમને આ પલ્લીમાંથી અંધારી રાતે બહાર લઈ ગયો; અને જંગલના રસ્તે લાંબે સુધી ચલાવી એક ગામની નજીકમાં લાવી મૂક્યા. ત્યાં એ બંનેને બતાવી દીધું કે તમે આ દિશામાં ચાલ્યા જજો. ત્યાં તમને નિકટમાં એક ગામ મળશે. ત્યાંથી પછી પૂછીને તમારા મૂળ વતનનાં નગરે ચાલ્યા જજો, હવે હું તમારી સાથે નહીં આવી શકું.' એમ કહીને હું બીજી દિશામાં ચાલ્યો. 320 - તરંગવતી