________________ | 23. તરુણીનું આત્મનિવેદન “એકવાર કોઈ પારધીએ મારા પ્રિય ચક્રવાકને અજાણ્યે હણી નાંખ્યો, પણ પછીથી એને પશ્ચાત્તાપ થયો એટલે એણે મારા પ્રિયનાં મરેલા શરીરનો અગ્નિ-સંસ્કાર કર્યો ! અને એ અગ્નિની ચિતામાં ઝંપલાવી હું પણ બળીને ખાખ થઈ ગઈ ! અને ત્યાંથી મરીને અહીં કોસાંબીમાં મોટા શેઠનાં ઘરમાં આઠ દીકરા ઉપર બહુ માનીતી દીકરી તરીકે જન્મી. વખત જતાં મને જાતિસ્મરણ જ્ઞાન થયું, અને મારા પૂર્વના અતિ પ્રિય ચક્રવાકનાં જીવને શોધી કાઢવાની લગન લાગી. એ માટે મેં પૂર્વના ભવનો ચિત્રપટ તૈયાર કર્યો. એના એજ નગરમાં મારો પ્રિય ચક્રવાક એક મોટા સાર્થવાહ વેપારીના પુત્ર પદ્મદેવ તરીકે જન્મેલો ! તે એ પણ ચિત્રપટનાં દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન પામીને મૂચ્છિત થયેલો ! એ પરથી લાગ્યું કે આ જ મારો પૂર્વનો પ્રિયતમ ચક્રવાક એ તરીકે નિર્ધાર થયો. પછી એકબીજાની ઓળખ થઈ ગઈ એટલે, એ સાર્થવાહપુત્ર પદ્મદેવના આગ્રહથી, એના પિતા મારા પિતા પાસે મારી માગણી કરવા આવ્યા, મારું નામ તરંગવતી, પરંતુ મારા પિતાએ ઘસીને ના પાડી દીધી તેથી રાત્રિના હું મારી સહિયર દાસી સાથે પ્રિયતમના ઘરે ગઈ અને બંને જણ, જે એકબીજા વિના આપઘાત કરવાના વિચારમાં હતા, પણ હવે મિલન થયા પછી એમજ મરી જવું એના કરતાં, “ચાલો બંને અહીંથી ભાગી જઈએ,' એમ કરીને વડીલોનાં ભયથી ગુપ્ત રીતે અમે બંને ત્યાંથી ભાગી છૂટ્યા, અને નાવડામાં જોરદાર વેગથી આ બાજુ આવી રહ્યા હતા, ત્યાં ચોરોએ અમને પકડ્યા, અને અમારા સાથે જે અમારી પાસે કિંમતી ઝવેરાતનો ડબો હતો તે ઝુંટવી લીધો ! અને બંનેને હાથ બાંધીને કેદી તરીકે અહીં લઈ આવ્યા. આ બોલતાં બોલતાં એ યુવતી ભારે હૃદયફાટ રુદન કરી રહી હતી, અને બંદીજનોને પણ રોવરાવી રહી હતી.” પેલા મુનિ તરંગવતી અને પદ્મદેવને પોતાનો આ અધિકાર બતાવી રહ્યા છે, એમાં હવે એ કહે છે કે મૂળ ઉત્તમ કુળનો ખાનદાન વણિક પુત્ર જુગારના વ્યસનથી નિર્દય ચોર બની ગયેલો, અને આ બંનેને ચોરની પલ્લીમાં સેનાપતિએ મને સોંપવાથી, મેં નિર્દયપણે આ લોકોને કબજે રાખેલા, તે હું એ યુવતીનાં રુદન સાથેનો એનો પૂર્વ અધિકાર સાંભળી રહ્યો હતો. એની વિગતો સાંભળતાં મનેય મનમાં થયું કે “આવું બધું મેં ક્યાંક અનુભવ્યું છે ! ક્યાં અનુભવ્યું? ક્યાં અનુભવ્યું?' એમ ઉહાપોહ કરતાં મને મારા પૂર્વના પારધીના કર્મ ! તારી ગતિ ન્યારી 319