________________ દેવતાઓને સુખનાં હજારો વર્ષ પસાર થતાં જાણે “હજી તો એક જ દિવસ પસાર થયો !" એમ લાગે છે ! ત્યારે નરકના જીવોને બિચારાને ક્ષણે ક્ષણે અતિ વેદનામાં રિબાતાં એક દિવસ પણ પસાર કરવો હજાર વર્ષ જેવો લાગે છે ! સાધર્મિક ઉદ્ધાર સહેલો ? શેઠિયા માણસ આમ સુખમાં વર્ષ પસાર કરતી વખતે, જો “ગરીબ દુઃખી સાધર્મિકો આજે દુ:ખનાં દહાડા કેમ પસાર કરતા હશે ? એક એક દિવસ એમને કેટલો લાંબો લાગતો હશે !' એનો વિચાર કરે, અને સાધર્મિક ભક્તિ તો પછી, પણ માનવદયા ભર્યું હૈયું કરે, તો સાધર્મિકના આજે ઉદ્ધાર કાંઈ જ કઠિન નથી. એક એક શ્રીમંતનાં માત્ર ખાનપાનનાં ખર્ચ એટલા મોટા છે કે એમાં 3/4 સાધર્મિકનો ખુશીથી અનાજ પાણી દ્વારા ઉદ્ધાર સહેલાઈથી કરી શકે. બાકી ગાડીઓ અને મોજશોખ વગેરેનાં ખરચામાંથી થોડુંક ઓછું કરે, યા એમાં 10.20 ટકામાં ૪પ સાધર્મિકનો ઉદ્ધાર સહેલાઈથી કરી શકે; અને પોતાને કશી ખોટ આવે નહીં. 21. તરંગવતીને મહામુનિનો ભેટો | અમારે સુખના મહિના જ નહિ, વરસો ઝટપટ પસાર થતા હતા, બાર વરસ નીકળી ગયા, એમાં એક વાર વસંત ઋતુ આવી. અમે બહાર ઉદ્યાનમાં ફરવા માટે નીકળ્યા. ત્યાં એક શિલા ઉપર એક મહાત્મા મુનિ ધ્યાનમાં બિરાજમાન જોયા ! તરત જ દૂરથી વિનયપૂર્વક કાયા નમાવીને અમે નમસ્કાર કર્યો, અને વસંતની શોભા જોવામાંથી મન ઉઠાવી લઈ “જાણે આ સંયમનાં ગુણોનું નિધાન છે ! એ રીતે એમને જોઈને અમે ખૂબ જ પ્રસન્ન થઈ ગયા ! મુનિરાજને ધર્મ અને ગુણોનો ખજાના સમાન, માયા-મદ-મોહ વગેરે દોષોથી તદન રહિત બનેલાં, અને નિસંગ,-નિરભિમ્પંગ-અનાસક્ત ધ્યાનમાં રહેલા જોઈ, અમે એમની પાસે ગયા, અને હાથની અંજલિ જોડી વિનયપૂર્વક ખૂબ ભક્તિથી જમીન પર પડી એમને વંદન કર્યું. એ કરતાં અતિવર્ષથી અમારી રોમરાજી ખડી થઈ ગઈ ! અમે “આપને વિહાર તથા સંયમ-યાત્રા નિર્વિબે સુખરૂપ પ્રવર્તે છે ને ?' એમ સુખશાતા પૂછી. ત્યાં કોણ જાણે મહાત્માની અમારા ઉપર કેવી મહેર વરસી ! કે મહાત્માએ અમને કંઈક કહેવા માટે ધ્યાન પાર્યું. મહાત્મા કેમ વાતમાં ન પડે? :- નહીંતર પોતાની અતિકિંમતી ધ્યાનાદિસાધનામાં એકતાન બનેલા આવા મહાત્માને આપણી શી પડી હોય કે પોતાનો 300 - તરંગવતી.