________________ કે “આમ તો તરંગવતી, શેઠે કન્યા દેવાની ના પાડ્યા પછી, આપઘાત કરવા તૈયાર થઈ ગઈ હતી, પરંતુ એના પ્રિયનો સમાગમ કરાવી આપવાના મારા પ્રયત્ન માત્રથી જ એ જીવતી બચી ગઈ,” ત્યારે શેઠને તરંગવતી અને પમદેવનો આટલો બધો પૂર્વથી ચાલ્યો આવતો ગાઢ પ્રેમ જાણવા મળ્યો ! એટલે પછી સ્વાભાવિક લાગ્યું કે “એને તોડવાનો દુરાગ્રહ ન રાખવો જોઈએ ! એટલે જ સમજી શેઠ હવે ગુસ્સો ભૂલીને જાતના અકાર્ય પર સંતાપ કરે છે. એમાં વળી શેઠાણીનો લાડકી પુત્રીના વિયોગ પર કલ્પાંત દેખ્યો તેથી શેઠ વધારે ગગદ થઈ જઈ તરત જ એ બંનેની ભાળ લગાડી એમને ઘરે લાવી ધામધૂમથી એમના લગ્ન કરાવી આપવાનું મનમાં ધારી લે છે. સંસારની કૂરતા H અહીં માતાએ જે કલ્પાંત માંડ્યો હતો અને જનસમાજ સહિત બધાને રોતા કરી મૂક્યા હતા, એ પણ માતાનો કલ્પાંત-પ્રસંગ સંસારની જીવો પરની એક મહાન ક્રૂરતા બતાવે છે. શું સંસાર ક્રૂર ? હા, અવશ્ય ક્રૂર. જે સંસાર એકવાર જીવોને હસતા ખીલતા કરનારો હોય છે, એજ સંસાર વિચિત્ર ઘટના ઊભી કરીને જીવો પાસે કારમાં આજંદ રૂદન અને હૈયાં બાળતા ભારે શોક-સંતાપ કરાવે છે; જીવો પર સંસારની આ ક્રૂરતા નહીં તો બીજું શું છે ? એટલા જ માટે, સંસારની કૂરતા દેખીને સુબુદ્ધ ભવ્યાત્માઓ વેળાસર સંસારમાંથી ઊભગી જઈને ધર્મ-મહારાજાનું શરણું લે છે, કૂર અને નપાવટ સંસારનો ત્યાગ કરીને ચારિત્રનાં પ્રભુનાં પંથે નીકળી પડે છે, નિર્મળ ચારિત્રની આરાધના કરીને અંતે અનંત દુઃખમય સંસારથી મુક્ત થઈ અનંત સુખમય શાશ્વતા સિદ્ધિ પદને પ્રાપ્ત કરે છે. હવે તરંગવતી સાધ્વીજી પેલી શેઠાણીને કહી રહ્યા છે કે “ગુહિણી ! એક સુંદર હવેલીમાં હું મારા પ્રિયતમ પમદેવની સાથે પૂર્વનાં ચક્રવાક-ચક્રવાકીની જેમ સુખ-વિલાસમાં સમય પસાર કરી રહી હતી, એમાં કોણ જાણે અમને બંનેને એટલો બધો રાગ હતો, કે અમે એકબીજાને છોડી શકતા નહીં; ને નાટક વગેરે જોતાં અમે સુખપૂર્વક રહેતા હતા. એટલામાં શરદ ઋતુ, શિશિર ઋતુ, ને હેમંત ઋતુ, ક્યાં વીતી ગઈ એની ખબર પડી નહીં. ખરે જ ! સુખના ને દુ:ખના દહાડામાં કેટલો બધ ફરક છે ! ક્યાં પેલા ચોરપલ્લીનાં મહાદુઃખના 3 દિવસ પસાર કરતાં દિવસ મોટો મહિના જેવો લાગતો ? ને ક્યાં સુખનાં 3 મહિના 3 દિવસની જેમ પસાર થઈ ગયા ! કર્મ ! તારી ગતિ ન્યારી 299