________________ કોના એ છોકરા ? અને હું કોણ એનો બાપ !' એમ કરી ઇષ્ટ સંયોગનું સુખ મનમાંથી કાઢી નાખ્યું તો મન પરથી વિયોગનું દુઃખ ઊતરી ગયું, ઊલટું આવા દેવકુંવર જેવા કનૈયાઓને પણ અચાનક મોત આવે ! એવો આ સંસાર ભયાનક છે ! એમ કરીને સંસાર ઉપર વૈરાગ્ય વધી ગયો. તરંગવતી ગુમ થવા પાછળ માતા પિતા વગેરેને ભારે દુઃખ થયું છે. એમાં ઇષ્ટ સંયોગને બહુ સુખકર કરીને માન્યો હતો માટે જ એ દુઃખ થયું છે. એટલે જ આ પરથી શીખવા મળે છે કે ધર્માત્મા તરીકનું શુદ્ધ જીવન જીવવું હોય તો ઇષ્ટ પુત્રાદિના સંયોગને એવો લેખવો જોઈએ કે “ઘરમાં આ એક મહેમાન આવ્યો છે. એ કેટલો રહે, અને ક્યારે ઊઠીને ચાલ્યો જાય, એનો કોઈ ભરોસો નહિ.' આવો ભાવ મનમાં સતત કેળવવો જોઈએ. એ કેળવ્યો હોય તો ઈષ્ટ સગું મરી જતાં એવું દુઃખ થાય નહીં. મહેમાન ગમે ત્યારે ચાલી જાય એના પર કોણ રોવા બેસે છે ! દાસી સારસિકાએ શેઠ આગળ સવારે ભેદ ખોલ્યો કે “તરંગવતીને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું, તેથી ચિત્રપટ્ટ દ્વારા એના પૂર્વનાં પ્રિયને અહીં મેળવી એની સાથે રાતના પલાયન થઈ ગયેલી.” પ્ર.- આ વાત પર શેઠ કેમ ગુસ્સે થઈ ગયા ? કેમ મનથી માંડવાળ ન કરી કે સહજ છે કે મેં એના પ્રિયનો સંબંધ ન બાંધી આપ્યો, એટલે એ ભાગી જાય ? ઉ.- માંડવાળ ન કરવાનું કારણ શેઠ સમજે છે કે “આ નાનડિયા ગમે તેવાને પ્રિય કરી બેસે, પણ પછી એમાં એને પાછળથી જીવનભરના કલેશસંતાપ ઊભા થાય. વળી આ પ્રિય તો સાર્થવાહપુત્ર એટલે વારંવાર પરદેશ લાંબી ખેપે જાય, એમાં દીકરીને ટેમ્પરરી રંડાપા જેવું બનતું રહે, તેથી કલેશ સંતાપ થયા કરે. એવું ન થાય માટે મોટેરાની ફરજ છે કે નાનડિયાને આંધળિયા કરતા અટકાવવા જોઈએ.” આમ એમના ભાવી જીવનભરના કલેશ-સંતાપથી બચાવી લેવાનો શેઠનો પવિત્ર આશય હોય, ત્યાં એ નાનડિયાનો આપમતિનો ઉદ્ધત વ્યવહાર દેખે તો સહેજે ગુસ્સો થાય. પ્ર.- તો પછી પાછળથી કેમ એમણે ગુસ્સો ભૂલી જઈ પોતાની જાત પર સંતાપ કરવા માંડ્યો કે “હાય ! મેં એનાં પ્રિય પમદેવને વેરે કન્યા આપવાની ક્યાં ના પાડી ?' ઉ.- ગુસ્સો ભૂલવાનું કારણ, સારસિકાએ પછીથી જયારે ખુલાસો કર્યો - તરંગવતી 298